ETV Bharat / city

Omicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોના 3 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 13 પર પહોંચ્યો - Omicron Cases in Gujarat

રાજ્યમાં હવે ધિમી ગતીએ ઓમિક્રોન પ્રવેશ કરી રહ્યો છે. જ્યારે હવે મોટા શહેરોમાં ઓમિર્કોન પગ પેસારો કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં ગઇકાલે એક ઓમિક્રોન કેસ(irst case of Omicro was reported in Ahmedabad city) નોંધાયો છે. જેમાં લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ 48 વર્ષીય દર્દીમાં ઓમિક્રોનનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

અમદાવાદ શહેરમાં ઓમિક્રોનો પ્રથમ કેસ
અમદાવાદ શહેરમાં ઓમિક્રોનો પ્રથમ કેસ
author img

By

Published : Dec 19, 2021, 2:28 PM IST

Updated : Dec 19, 2021, 9:48 PM IST

અમદાવાદ : અમદાવાદમાં ઓમિક્રોન પ્રથમ કેસ(irst case of Omicro was reported in Ahmedabad city) નોંધાયો છે. પોઝીટીવ આવનાર 48 વર્ષીય પુરૂષ લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ હતા. દર્દીને સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. જેઓ મૂળ આણંદના વતની છે. હાલ દર્દીની હાલત સંપૂર્ણ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે.

આ સાથે જ તાંઝાનિયાથી આવેલા બે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવતા શહેરમાં આજે રવિવારે 3 કેસ નોંધાયા છે. હાલ આવેલા બન્ને પોઝિટિવ વ્યક્તિને સારવાર માટે SVP દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ગત 11 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર કોરોના પોઝિટિવ આવતા SVPમાં સારવાર હેઠળ દાખલ થયા હતા.

ઓમિક્રોન વિધાનસભાની ચૂંટણીમાં દખલ કરી શકે છે

રાજ્યના આરોગ્ય વિભાગ માટે ઓમિક્રોનના કેસમાં વધારો થવો તે મોટો પડકાર બની રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને બીજી તરફ વાયબ્રન્ટ સમિટ આંગણે આવીને ઉભી છે, ત્યારે જીનોમ સિક્વોન્સિંગમાં મોકલેલા સેમ્પલ માંથી વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ચાંપતો બંદોબસ્ત

રાજ્યમાં UKથી આવેલા 2 પુરૂષ તથા UAEથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદમાં પણ નોંધાયો પ્રથમ કેસ નોંધાઇ ગયો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં વધતા ઓમિક્રોનને લઇ વિદેશથી આવતા મુસાફરોને જ્યાં સુધી કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફ્લાઈટની અંદર બેસી રહેવું પડશે.

આ પણ વાંચો : Omicron Cases in Gujarat: ગાંધીનગરમાં સેક્ટર 1માં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો

આ પણ વાંચો : Corona In Gujarat: રાજ્યમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 43 લોકોએ કોરોનાને હરાવ્યો

Last Updated : Dec 19, 2021, 9:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.