ETV Bharat / city

હવે, નવી કારમાં CNG કીટ નખાવવી લગભગ અશક્ય! - સીએનજી

એક તરફ પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દેશના ઇતિહાસમાં ઐતિહાસિક સપાટીએ છે. ત્યારે અમદાવાદ આરટીઓની નવી જાહેરાતને લઇને પ્રજાની તકલીફમાં વધારો થઇ શકે છે. અમદાવાદ RTO દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, નવી બીએસ - 6 એન્જિનની કારમાં હવેથી સીએનજી કીટ ફીટ કરાવી શકાશે નહીં.

હવે, નવી કારમાં CNG કીટ નખાવવી લગભગ અશક્ય!

author img

By

Published : Aug 26, 2021, 7:30 PM IST

● વાહન ચાલકો માટે જાણવી જરૂરી વાત

● નવી BS - 6 સ્ટાન્ડર્ડ ગાડીમાં ફિટ નહીં થાય CNG કીટ

● નિયમ વિરુદ્ધ પણ નહીં કરાવી શકો CNG કિટનું ફિટિંગ

શું કહ્યું અમદાવાદના RTO ઓફિસરે ?

અમદાવાદઃ આ મુદ્દે વધુ માહિતી આપતાં અમદાવાદ આરટીઓ ઋતુરાજ દેસાઈએ ઈટીવી ભારતને જણાવ્યું હતું જે, આ નિર્ણય આરટીઓ દ્વારા લેવામાં આવ્યો નથી, તે સરકાર દ્વારા અપાયેલ સૂચના છે. જો કે તેનો કોઇ વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો નથી. પરંતુ સૂચન મુજબ નવી બીએસ - 6 સ્ટાન્ડર્ડ ગાડીઓમાં જો કંપની દ્વારા સીએનજીથી ગાડી ચાલી શકે તેવી વ્યવસ્થા કરાઈ હશે, તો જ તેને સીએનજી કીટ નાખવાની મંજૂરી આપવામાં આવશે. ફક્ત પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતી નવી ગાડીઓમાં સીએનજી કીટ નાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત આરટીઓ દ્વારા જૂની ગાડીઓમાં રજીસ્ટર સીએનજી કિટના ડીલર પાસેથી જ નવી કિટ નાખવાની મંજૂરી અપાશે.

RTO કાર્યવાહી કરશે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી લોકો ગાડી ખરીદીને તેને CNG માં કન્વર્ટ કરાવતા હોય છે. CNG ના કારણે પ્રદૂષણ પણ ઓછું થાય છે. પરંતુ RTO દ્વારા નવી BS -6 સ્ટાન્ડર્ડ ગાડીઓમાં મંજૂરી વગર CNG કીટ નખાવનાર પર કાર્યવાહી કરાશે. આ સરકારી સૂચન પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ભવિષ્યમાં આ સૂચન રદ કરાશે. તેવી CNG કિટના ડીલરો આશા સેવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ગ્રીન વાહનોનું ચલણ વધ્યું, અમદાવાદ RTOમાં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું થયું રજિસ્ટ્રેશન

આ પણ વાંચોઃ અમદાવાદ RTO કચેરીમાં ટુ-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.