- ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ETV ભારતની ખાસ મુલાકાત
- હોસ્પિટલો, સ્કૂલો-કોલેજ, ટ્યૂશન ક્લાસિસના સંચાલકોએ ફાયર સેફ્ટી સર્ટિફીકેટ મેળવવુંં ફરજિયાત
- મ્યુનિ. ફાયરબ્રિગેડ પાસે સ્ટાફ મર્યાદFત છે ત્યારે જગ્યાઓ પર તપાસ માટે જવું પણ શક્ય નથી
અમદાવાદ : ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટએ ETV ભારત સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, જે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ છે. તેમની યાદી મ્યુનિ. વેબસાઇટ પર છે. તે સિવાયની હોસ્પિટલો, સ્કૂલો-કોલેજ, ટ્યૂશન ક્લાસિસના સંચાલકોએ ફાયર સેફ્ટી સર્ટિફીકેટ મેળવી લેવું ફરજિયાત છે. જો ફાયર સેફ્ટી સર્ટિફીકેટ નહિ મેળવે તો કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : જૂનાગઢ કોર્પોરેશનમાં ફાયર NOC કેન્દ્ર ખોલવામાં આવ્યું
ફાયર NOC નહિ હોવાથી 150 હોસ્પિટલને AMCની નોટિસ
ગત નવેમ્બરથી ફાયરબ્રિગેડે નોટિસ આપવા છતાં પણ સૂચના પાલન થતું ન હતું. નોંધનીય છે કે, 150 હોસ્પિટલને નોટિસ આપી એક સપ્તાહમાં NOC મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ફાયર NOC નહિ હોવાથી 150 હોસ્પિટલને AMCની નોટિસ, અમદાવાદ શહેરની લગભગ 1,800 હોસ્પિટલમાંથી 400 પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી.
આ પણ વાંચો : રાજકોટની 350 જેટલી શાળાઓએ ઓકટોબર સુધીમાં ફાયર NOC મેળવી
400થી વધારે હોસ્પિટલ પૈકી 150ને ફાયરબ્રિગેડે નોટિસ ફટકારી
કસૂરવાર હોસ્પિટલોને એક સપ્તાહની મુદત આપવામાં આવી છે. ત્યારે હવે સ્કૂલ, કોલેજો, ક્લાસિસનો સમાવેશ કરવામાં આવશે. શહેરમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નહિ ધરાવતી 400થી વધારે હોસ્પિટલ પૈકી 150ને ફાયરબ્રિગેડે નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં બાકી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ક્લાસિસ સહિત અન્ય એકમો જેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નહીં હોય તેમને નોટિસ અપાશે.