- અમદાવાદનો વોર્ડ નંબર 24 નિકોલ પ્રાથમિક સુવિધાઓથી વંચીત
- માત્ર ચૂંટણી સમયો જ કાઉન્સિલરો દેખાય છે: સ્થાનિકો
- સરકાર માત્ર મોટા મોટા વાયદાઓ જ કરે છે : સ્થાનિકો
અમદાવાદઃ અમદાવાદમાં નિકોલ વૉર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે પરંતુ તેમ છત્તા હજી આ વિસ્તારમાં વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા નથી તેવું સ્થાનિકોનું કેહવું છે, આ વૉર્ડમાં 1 લાખ 19 હજાર જેટલા મતદારો છે અને અહીંની જનસંખ્યા 2 લાખ જેટલી છે. ત્યારે અહીં છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન હતું.
સ્થાનિકોમાં રોષ
રામોલ વૉર્ડમાં રોડ-રસ્તા, પાણી, પરિવહન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી આપવામાં આવતી તેવું સ્થાનિકોનો દ્વારા જણાવવામાં આવ્યું હતુ, ત્યારે સ્થાનિકોમાં પણ અહીંના કાઉન્સિલરો સામે રોષ જોવા મળ્યો હતો. જેમાં માત્ર ચૂંટણીનો સમય હોય, ત્યારે જ નેતાઓ કે કાઉન્સિલરો જોવા મળે છે, ત્યાર બાદ અહીં કોઈ પ્રજાની સમસ્યા જાણવા પણ આવતું નથી તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. નિકોલમાં જાહેર રોડ પર કચરાના ઢગ જોવા મળ્યા હતા.
નિકોલ વૉર્ડમાં સ્થાનિકોની સમસ્યા શું છે ?
નિકોલ વૉર્ડમાં પ્રાથમિક સુવિધામાં અહીંના રોડ રસ્તા બિસમાર હાલતમાં જોવા મળ્યા હતા, ત્યારે પાણીની વાત કરવામાં આવે તો એક ટાઈમ પાણી આપવામાં આવે છે. તેવું સ્થાનિકોનું કેહવું છે, ત્યારે અહીં રાત્રીના સમયે ચોરીનો ભય સ્થાનિકોમાં જોવા મળે છે. વધુમાં પરિહવહનની એટલે કે, બસની સુવિધા પણ અહીં આપવામા આવી નથી. જ્યારે અહીં નિકોલના છેવાડાના વિસ્તારમાં બસ પણ આવતી નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવે છે તે માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે.
નિકોલ વૉર્ડમાં સ્થાનિકો દ્વારા સમસ્યાને લઈને અનેક રજૂઆ
આ વૉર્ડમાં સ્થાનિકો દ્વારા સમસ્યાને લઈને અનેક રજૂઆતો કરવામા આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારે તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી, ત્યારે ચૂંટણીના સમયે જ નેતાઓ કે કાઉન્સિલરો મત લેવા માટે આવતા હોય છે અને 5 વર્ષ સુધી કોઈ દેખાતું નથી તેવું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું, ત્યારે નિકોલના રહીશોમાં દરેક રાજકીય પાર્ટીઓ પર રોષ જોવા મળ્યો હતો, ત્યારે માત્ર ચૂંટણી સમયે મત લેવા માટે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે.