ETV Bharat / city

New modus operandi of Fake notes : ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ

નકલી નોટો ફરતી કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી (New modus operandi of Fake notes ) બહાર આવી છે. અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ફરતી કરનાર એક આરોપીની ધરપકડ (Arrest of accused of Fake notes in Ahmedabad ) કરવામાં આવ્યાં બાદ આ વાત સામે આવી છે.

New modus operandi of Fake notes : ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ
New modus operandi of Fake notes : ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ
author img

By

Published : May 23, 2022, 9:58 PM IST

અમદાવાદ- બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા નવી મોડસ ઓપરેન્ડી (New modus operandi of Fake notes ) સામે આવી છે. બનાવટી નોટો ફરતી કરવાનો આરોપીનો માસ્ટર પ્લાન સફળ પણ થયો. કારણ કે 42 નોટો બેંકમાં પહોચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ ન થઈ. ક્રાઇમ બ્રાન્ચે આવી જ કુલ 98 નોટો કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે. જોકે માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદમાં બનાવટી ચલણી નોટો ફરતી કરનાર એક આરોપીની ધરપકડ

આરોપી ઇજનેરીનો વિદ્યાર્થી -જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ કેશવાલા(Arrest of accused of Fake notes in Ahmedabad ) છે. સોલાનો રહેવાસી છે અને એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છે. દિલીપ પાસેથી 2000ના દરની 56 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. તે અગાઉ તેણે 42 બનાવટી નોટોની મદદથી મોબાઇલ ફોન અને ગોલ્ડ ખરીદ્યા હોવાનુ સામે આવ્યું છે. જે 42 નોટો બેંક માંથી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી છે. એટલે કે કુલ 1.96 લાખની બનાવટી નોટો અલગ અલગ જગ્યાએથી કબ્જે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ તમામ નોટો હાઈ ક્વોલિટીની છે. મોટાભાગના સિક્યુરિટી ફિચર્સ પણ છે. જેને લઈ આ નોટોનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા વ્યક્ત કરવામા આવી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાથી ઝડપાઇ 43 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ

નવી મોડસ ઓપરેન્ડી -ત્યારે બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીએ નવી મોડસ ઓપરેન્ડી (New modus operandi of Fake notes ) શરૂ કરી હતી. જેમા ડમી સીમકાર્ડની મદદથી ઓનલાઈન સર્વિસના બહાને સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવવામા આવતું અને તે ગ્રુપમાં રહેલા સભ્યોને પોર્ટર બનાવી તેમને પાર્સલમાં બનાવટી નોટો મોકલવામા આવતી અને તે નોટોના આધારે મોંઘા મોબાઇલ અને સોનું ખરીદવામાં આવતું હતુ. બાદમા સસ્તી કિંમતે આ વસ્તુ વેચી દઈ અસલી નોટો આંગડિયા પેઢીમાં અને ત્યાંથી બિટકોઈનમાં રોકાણ થતી હતી. જોકે ઝડપાયેલ આરોપી દિલીપની (Arrest of accused of Fake notes in Ahmedabad )પૂછપરછમાં તે ક્યારેય મુખ્ય આરોપીને મળ્યો નથી કે વાત પણ નથી કરી હોવાનો દાવો કરી રહ્યો છે. સાથે જ લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરવા માટે આરોપીને 10 હજાર રૂપિયા મળતા હતાં.

આ પણ વાંચોઃ વલસાડ SOGએ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતું કરવાનું નેટવર્ક - મહત્ત્વનું છે કે છેલ્લા 6 મહિનાથી બનાવટી નોટોને બજારમાં ફરતું કરવાનું નેટવર્ક ચાલતુ હતું. જેમા ઝડપાયેલ આરોપી દિલીપ(Arrest of accused of Fake notes in Ahmedabad ) 5 મહિનાથી જોડાયેલ હતો. સાથે જ આ ગુનાનો માસ્ટર માઈન્ડ પણ અમદાવાદનો હોવાનુ સામે આવ્યુ છે.. જોકે હવે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામા અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે અને અન્ય નંબરોના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ બનાવટી નોટો પાકિસ્તાનથી (Pakistan connection of Fake notes ) આવી છે કે કેમ તે અંગે પણ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે તપાસ શરૂ કરાઇ છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.