ETV Bharat / city

જગન્નાથ ભગવાનનો ઉજવાયો નેત્રોત્સવ - 144 rathyatra

ભગવાન જગન્નાથની 12 જુલાઇએ 144મી રથયાત્રા છે. કોરોનાના સમયમાં સાવચેતી સાથે રથયાત્રા નીકળશે, ત્યારે રથયાત્રાના એક દિવસ પૂર્વે ભગવાનનો નેત્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જગન્નાથ ભગવાનનો ઉજવાયો નેત્રોત્સવ
જગન્નાથ ભગવાનનો ઉજવાયો નેત્રોત્સવ
author img

By

Published : Jul 10, 2021, 2:18 PM IST

  • ભગવાન મોસાળથી મંદિરમાં સ્થાપિત
  • જાંબુ ખાવાથી ઈશ્વરને આંખો આવી
  • મંદિર પર નવી ધજા ચઢાવાઈ

અમદાવાદઃ 12 જુલાઈએ અમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથ(Lord Jagannath)ની 144મી રથયાત્રા(Rathyatra) છે. તેના એક દિવસ પૂર્વે ભગવાનનો નેત્રોત્સવ(Netrotsav) ઉજવવામાં આવ્યો હતો. આ પ્રથા અંતર્ગત ભગવાન જયારે પોતાના મોસાળથી પરત ફરે છે, ત્યારે વધુ પડતા જાંબુ ખાવાથી તેમની આંખો આવે છે. તેથી તેમની આંખે પાટા બાંધવામાં આવે છે.

જગન્નાથ ભગવાનનો ઉજવાયો નેત્રોત્સવ

આ પણ વાંચોઃ જગન્નાથ પુરીમાં રથયાત્રાના પગલે સમગ્ર પુરી જિલ્લામાં શટડાઉન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત

મંદિર પર આજે નવી ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(C.R.Patil) અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા(Pradipsinh Jadeja)એ ધજાને ગર્ભગૃહથી શિખર સુધી પહોંચાડી હતી. આરતીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ભગવાનનું મોસાળુ ફિક્કું પડ્યુ

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પૂજામાં બેઠા

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)પણ નેત્રોત્સવ પૂર્વેની પૂજામાં બેઠા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ જગન્નાથને ગુજરાત, દેશ અને વિશ્વમાંથી કોરોના દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.