ETV Bharat / city

NCP નેતા શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શું લખ્યું તે જાણો અહીં... - ગુજરાત લૉકડાઉન

રાજ્યમાં કોરોનાની મહeમારીને કારણે ચાલી રહેલી પરિસ્થિતિમાં સમાજના તમામ વર્ગને તકલીફ પડી છે તે અંગેની રજૂઆત કરતો પત્ર NCP નેતા શંકરસિંહ વાઘેલાS રાજ્યના મુખ્યપ્રધાનને લખ્યો છે.

NCP  નેતા શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શું લખ્યું તે જાણો અહીં...

author img

By

Published : May 30, 2020, 2:15 PM IST

અમદાવાદઃ ​​​શંકરસિંહ વાઘેલાએ પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમા કોરોના વાઈરસની મહામારી અને લૉકડાઉનના કારણે સ્વાભાવિક છે કે જ્યાં મુસાફરો જ ન હોય ત્યાં રીક્ષાના ઉપયોગનો કોઈ સવાલ આવતો જ નથી માટે છેલ્લાં બે માસથી પણ વધુ સમયથી રીક્ષાઓનું પરિવહન સદંતર બંધ છે.

NCP  નેતા શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શું લખ્યું તે જાણો અહીં...
NCP નેતા શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શું લખ્યું તે જાણો અહીં...
જે રીક્ષાઓના પરિવહનના આધારે થતી આજીવિકાથી જ તેમના પરિવારોનું ભારણ પોષણ ચાલતું હતું તે આજે આર્થિક સંકટના કારણે નિસહાય અને નિરાધાર બની ગયાં છે. હજુ પણ આગામી સમયમાં જાહેર પરિવહન ક્યારે કાર્યરત થસે તે કહી શકાય તેમ નથી. તે કાર્યરત થશેે તો પણ લોકો ભયનાકારણે ઘરની બહાર નિકળવાનું ટાળશે જેના લીધે પણ ઓટોરિક્ષા ચાલકોને ધંધો-રોજગાર આગામી ૨-૪ માસ સુધી મળવો મુશ્કેલ છે. આવી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓટોરિક્ષા ચાલકોના પરિવારોને પોતાના ભરણપોષણ સહિત અનેક સમસ્યાઓની રજૂઆત કરેલી. એ સ્વાભાવિક છે કે ઓટો રીક્ષા ચાલક જેવા સામાન્ય પરિવારનો હોય અને જે મોટાભાગે ભાડાના મકાનમાં રહેતો હોય તે ભાડાના મકાનનું ભાડુ કેવી રીતે ભરવું, લાઈટબિલ કેવી રીતે ભરવું અને સંતાનોની સ્કૂલની ફી કેમ ભરવી, રીક્ષા ચાલક કોઈ બીજાની માલિકીની રીક્ષા ભાડેથી લાવતો હોય તો એ ભાડું કે ઓટોરિક્ષાના લોનનો હપ્તો કેવી રીતે ભરવો. ઉપરાંત પરિવારમાં કોઈક આકસ્મિક ખર્ચ કે માંદગી આવે તો આ ઓટો રીક્ષા ચાલકો પાસે કોઈ આવક કે તેનો આધાર ન હોવાથી આવી અનેક સમસ્યાઓને માનવતાના આધારે સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને ઉકેલવા માટે આપશ્રીને વ્યક્તિગત રીતે ભલામણ કરવા આ પત્ર પાઠવું છું. ગુજરાત સરકારે સામે ચાલીને સમગ્ર ગુજરાતમાં રીક્ષા ચાલકનું લાઇસન્સ ધરાવનાર રીક્ષા ચાલકોને આર્થિક સંકટની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા મદદરૂપ થઇ શકાય તે હેતુથી લૉકડાઉનના સમય દરમ્યાન પ્રતિ માસ રૂ.૭૦૦૦/-ની રોકડ સહાય આપવામાં આવે તે માટેની ઉપરાંત આ પરિવારોના વીજળી બિલ કે પાણીના બિલો બે-ત્રણ માસ માટે માફ કરવા પણ જાહેરાત કરીને તેનો સત્વરે અમલ કરવા મારો આગ્રહ છે.

મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે "આત્મનિર્ભર ભારત" અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં નાના વ્યવસાયકારો, નાના દુકાનદારો, ફેરિયાઓ, આપના આ રીક્ષાચાલક સહિતના વ્યકિતગત નાનો ધંધા-રોજગાર કરતા અને અન્ય કારીગરોને આર્થિક હાલાકીની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા મદદરૂપ થઇ શકાય તે હેતુથી "આત્મનિર્ભર" સહાય યોજના જાહેર કરી છે.

તેનું સુનિયોજિત અમલીકરણ થાય તે માટે ગુજરાતનું સંપર્ક અને મોનિટરીગનું માળખું બનાવાય તે જોવા અને સહાય માટેના અરજી ફોર્મ સરળતાથી મળી રહે તે જરૂરી છે. આ માટે અરજી કરનાર વ્યક્તિઓને ૩ વર્ષ માટે રૂ.૧ લાખ સુધીની લોન કોઇ પણ જાતની ગેરેન્ટી વગર અને વ્યાજ વગર અપાય, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસૂલવામાં ન આવે, નાના ધંધો-વ્યવસાય કરનારાઓ , રીક્ષાચાલક વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તેવી વ્યવસ્થા ગોઠવાય તે જોવા વિનંતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.