ETV Bharat / city

Naresh Patel In Delhi: નરેશ પટેલના નેજા હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે કોંગ્રેસ? દિલ્હીમાં ઘડાઈ રહી છે રણનીતિ - ગુજરાત રાજનીતિ 2022

નરેશ પટેલ 2 દિવસની દિલ્હી (Naresh Patel In Delhi)મુલાકાતે ગયા છે. તેઓ અહીં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે છે અને સોનિયા તેમજ રાહુલ ગાંધીને મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ નરેશ પટેલના નેજા હેઠળ લડશે તેવી પણ અટકળો છે.

Naresh Patel In Delhi: નરેશ પટેલના નેજા હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે કોંગ્રેસ? દિલ્હીમાં ઘડાઈ રહી છે રણનીતિ

author img

By

Published : Mar 30, 2022, 9:09 PM IST

Updated : Mar 30, 2022, 9:23 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા મોટા સમાચાર બહાર આવ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (naresh patel khodaldham)ના કોંગ્રેસમાં જોડાવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હાલ તેઓ દિલ્હી (Naresh Patel In Delhi)માં પ્રશાંત કિશોરની સાથે છે. તો નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી, તે હજી સત્તાવાર રીતે જાહેર થયું નથી. પરંતુ નરેશ પટેલ હાલ દિલ્હીમાં 2 દિવસ માટે ગયા છે. ત્યાં તેઓ ચૂંટણી રણનીતિકાર (Congress Election strategist) અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી જીતવાના તેમજ રાજકારણના દાવપેચ જાણનારા પ્રશાંત કિશોર સાથે છે.

નરેશ પટેલના નેજા હેઠળ કોંગ્રેસ ચૂંટણી લડશે- સૂત્રોના કહેવા પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે વાત અંતિમ તબક્કામાં છે. નરેશ પટેલ દિલ્હીમાં 2 દિવસ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળશે. તેમની સાથે પ્રશાંત કિશોર પણ રહેશે. ટૂંકમાં આ 2 દિવસમાં કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Congress In Gujarat Assembly Election 2022) માટેના સોગઠા ગોઠવશે. તેમજ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે, કોંગ્રેસમાંથી નરેશ પટેલ મુખ્યપ્રધાન પદના દાવેદાર પણ જાહેર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલના નેજા હેઠળ જ કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડશે.

આ પણ વાંચો: Naresh Patel Khodaldham: નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાને લઈને 30 માર્ચ સુધીમાં જાહેર કરશે અંતિમ નિર્ણય

તમામ પક્ષોનું આમંત્રણ- નરેશ પટેલનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે. નરેશ પટેલ લેઉઆ પાટીદાર છે અને તેમણે વીરપુર પાસે ખોડલધામ બાંધ્યું ત્યારથી તેઓ વધુ લાઈમલાઈટમાં આવ્યા હતા. તેમના તમામ પક્ષો સાથે સારા સંબધો છે અને તમામ પક્ષના અગ્રણી રાજકારણી (Congress Politicians Gujarat) સાથે તેઓ ઘરોબો ધરાવે છે. નરેશ પટેલ તમામ નેતાઓને મળે છે અને રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરે છે. તેમને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પક્ષમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે.

સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ- નરેશ પટેલે રાજકારણમાં જોડાવું કે નહી તે અંગેનો નિર્ણય સમાજ પર છોડ્યો છે. નરેશ પટેલે કહ્યું હતું કે, "મારો સમાજ અને ખોડલધામ કહેશે તો હું રાજકારણ (Gujarat Politics 2022)માં આવીશ." સોમવારે તેમણે કહ્યું હતું કે, "હું પ્રવાસ પર છું અને શનિવારે પાછો રાજકોટ આવીશ. મને હજુ વધુ સમય જોઈએ છે. સમાજનો સર્વે રિપોર્ટ આવવાનો બાકી છે. સમાજ કહેશે તેમ હું કરીશ."

આ પણ વાંચો: Vijay Rupani statement: નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસના પ્રચારની કમાન PKના હાથમાં?- સૂત્રો પ્રમાણે પ્રશાંત કિશોર, કે જેઓ PKના હુલામણા નામે ઓળખાય છે. તેઓ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય સંભાળશે અને આ માટે રાહુલ ગાંધીએ મંજૂરી આપી દીધી છે. જો કે એવું કહેવાય છે કે, કોંગ્રેસ આ વખતે કંઈક નવું કરશે.

કોંગ્રેસ PODAM થીયરી પર ચૂંટણી લડશે- કોંગ્રેસ ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં PODAM થીયરી (Congress PODAM Theory In Gujarat)પર ચૂંટણી લડશે. પાટીદાર, ઓબીસી, દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજ પર ફોક્સ કરીને આ જ્ઞાતિના મતદારોને રીઝવવા માટે પ્રચાર કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

Last Updated : Mar 30, 2022, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.