અમદાવાદઃ અમદાવાદના જગન્નાથ મંદિરે રથયાત્રા (Ahmedabad Rath Yatra 2022) પહેલા પૂજનવિધિ શરૂ થઈ ચૂકી છે. ધ્વજારોહણ અને મહાઆરતી જેવા અવસર શરૂ થયા છે. આ ભક્તિમય માહોલ વચ્ચે કોમી એકતાના (Communal Unity in Ahmedabad) દર્શન થયા છે. થોડા દિવસ પહેલા મુસ્લિમ ભાઈઓએ ચાંદીનો રથ જગન્નાથ મંદિરે (Jagannath Temple Ahmedabad) ભેટ આપી રથયાત્રામાં સહકાર આપવાની ખાતરી કરી હતી. હવે એક મુસ્લિમ યુવતીએ રથયાત્રા શરૂ થાય એ પહેલા રથયાત્રાનું અદભૂત ચિત્ર બનાવ્યું છે.
આ પણ વાંચોઃ અરબી સમુદ્રમાં હેલિકોપ્ટર દુર્ઘટના, 2 પાયલોટ સહિત 9 મુસાફરોમાથી આટલા બચ્યા
ધામધૂમથી પ્રારંભઃ બે વર્ષ બાદ અમદાવાદમાં રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી તારીખ 1 જુલાઈના રોજ રથયાત્રા પ્રસ્થાન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ આપતા અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલાઓએ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજને ભેટ આપવા માટે એક અનોખી છબી બનાવી છે.
આ પણ વાંચોઃ અમે ટૂંક સમયમાં મહાનગર મુંબઈ પાછા ફરીશુંઃ એકનાથ શિંદે
કોણ છે આ ડિઝાઈનરઃ આ અંગે ઈમેજ ડિઝાઈન કરનાર આફરીન કહે છે કે દર વર્ષે રથયાત્રા નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા કોઈને કોઈ ગિફ્ટ આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે મુસ્લિમ યુવતીઓએ પણ ગિફ્ટ આપવાનું વિચાર્યું. ઇદે મિલાદ-ઉન-નબી સેન્ટ્રલ કમિટીમાં ઉપસ્થિત મુસ્લિમ મહિલાઓએ સૈયદ મસ્જિદની મોહક તસવીર સાથે હાથ મિલાવીને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. જે ખૂબ જ સુંદર દેખાય છે.