ETV Bharat / city

બેડરૂમમાં વૃદ્ધ દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું: ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે હત્યા - સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરી લૂંટ

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ધનતેરસની સાંજે ઘરમાં ઘૂસી વયોવૃદ્ધ દંપતીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારૂઓએ ઠંડા કલેજે સિનિયર સિટીઝન દંપતીની હત્યા (Murder with intent to rob in Ghatlodia) કરી હતી. જોકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે હજુ જાણી શકાયું ન હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બેડરૂમમાં વૃદ્ધ દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું: ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે હત્યા

author img

By

Published : Nov 3, 2021, 3:46 PM IST

  • ઘાટલોડિયામાં લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા
  • લૂંટારુઓ રોકડ દાગીના તેમ જ ઘરની ચીજવસ્તુઓ લઈ ગયા
  • પોલીસે રોડ પરના cctv કેમેરાના આધારે તપાસ હાથ ધરી

ઘાટલોડિયા: રન્ના પાર્કમાં ટેલિફોન એક્સચેન્જ પાસેના પારસમણિ ફ્લેટમાં દયાનંદ સુબરાવ શાનબાદ પત્ની વિજ્યાલક્ષ્મી અને પૌત્રી રિતુ સાથે રહેતાં હતાં. દયાનંદના 2 દીકરા પૈકી એક દીકરાનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજો દીકરો કિરણ તેના પરિવાર સાથે અડાલજની પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહે છે. રિતુ અભ્યાસ કરતી હોવાથી ધનતેરસની સાંજે કામથી બહાર ગઈ હતી. ત્યારે સિનિયર સિટીઝન દંપતી (senior citizen couple murder) ઘરમાં એકલું હતું.

બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સાંજે પોણા આઠ વાગ્યે મેડિકલ સ્ટોરનો કર્મચારી સિનિયર સિટીઝન દંપતીની દવા આપવા માટે ઘરે ગયો હતો, ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે સીધો અંદર ગયો હતો અને જોયું તો બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. આ અંગે તેણે ફોનથી દંપતીના પુત્ર કિરણભાઈ તથા આસપાસના લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તેમ જ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.

ધારદાર હથિયાર વડે ગળાના ભાગે હુમલો

આ અંગે ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ધારદાર હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. બેડરૂમની તિજોરીનાં તાળાં તૂટેલાં હતાં, જેથી લુટારુઓ દાગીના, રોકડ સહિતની કેટલી મત્તા લઈ ગયા હોવાની શંકાના સેવાય રહી છે, પણ કેટલો મુદ્દામાલ તે હજી જાણી શકાયું નથી.

લુટારુઓ દંપતીના મોબાઇલ ફોન સાથે લઈ ગયા!

સાથે જ ઘરમાં એક પણ મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો, જેથી લુટારુઓ દંપતીના મોબાઇલ ફોન સાથે લઈ ગયા હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ રિતુ અને કિરણભાઈએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ મોબાઇલ ફોન વાપરતા જ ન હતા, તેના બદલે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

પોલીસી સાથે ક્રાઇમ બ્રાન્ચ તથા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા

જ્યારે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ ઘાટલોડિયા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ તથા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ સાથે FSl તેમ જ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. જોકે સોસાયટીમાં સીસીટીવી કેમેરા લાગેલા ન હોવાથી પોલીસે બહાર રોડ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: દાહોદ ડબલ મર્ડર કેસઃ આરોપીના જામીન નામંજૂર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.