અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં એક જ અઠવાડિયામાં હત્યાના ત્રણ બનાવો (Ahmedabad Crime News)બન્યાં હતાં. ત્યારે હવે બાપુનગરમાં પણ હત્યાનો બનાવ (Murder case in Ahmedabad ) સામે આવ્યો છે પોલીસ કસ્ટડીમાં દેખાતો આ હત્યારો છે દીપુ પગી જે વસ્ત્રાલમાં રહે છે. આરોપીએ રીસામણે ગયેલી પહેલી પત્નીની માતા એટલે કે તેની સાસુની હત્યા કરી નાખી. આરોપી એટલો શાતીર છે કે ત્રણ જેટલા ઘાતક હથિયાર લઈને જ સાસરે ગયો હતો. જ્યાં યુવતીને પરત લઈ જવા બાબતે સાસુ-સસરા સાથે માથાકૂટ કરી બંનેને હથિયાર મારી દીધાં. જ્યાં સાસુનું મોત થયું (son in law killed mother-in-law )ત્યારે પોલીસે દીપુ સામે ગુનો નોંધી તેની ધરપકડ (Arrest of accused in murder of mother-in-law)કરી છે.
આ પણ વાંચોઃ ખેડાના હેરંજ ગામે જમાઈનો પત્ની અને સાસુ પર જીવલેણ હુમલો, સાસુનું મોત, પત્ની ગંભીર હાલતમાં
આરોપીએ કર્યાં હતાં બીજા લગ્ન - જ્યારે પત્ની માટે સાસુની હત્યા કરનાર આરોપી દીપુએ તેના ભાઈ રાજભાની દીકરી સાથે વર્ષ 2020માં લગ્ન કર્યા હતાં. પરંતુ તે વાહન ચોરીમાં પકડાતા પત્નીને ન ગમ્યું અને તે પિયર જતી રહી હતી. બાદમાં દીપુએે બીજી યુવતી સાથે લગ્ન કર્યા. જે વાત પણ પહેલી પત્ની અને તેના પરિવારને ન ગમે. ત્યારબાદ દીપુ નશાની ટેવવાળો હોવાથી પહેલી પત્નીને લેવા તેના સાસરે ગયો. જ્યાં તેને સાસુ-સસરા સાથે માથાકૂટ થઇ અને હથિયારના ઘા મારી સાસુનું મોત (Murder case in Ahmedabad )નીપજ્યું હતું. જ્યારે તેના સાસરે પહોંચ્યો ત્યારે તેની એક જ જીદ હતી કે તે બીજી પત્નીની સાથે સાથે પહેલી પત્નીને પણ રાખશે અને એ વાત યુવતીના પરિવારને ન ગમી અને આખરે વૃદ્ધ સાસુને જીવ ગુમાવવાનો વારો આવ્યો.
આ પણ વાંચોઃ રાજકોટ: પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ થયો પોલીસ હવાલે
આરોપી અનેક ગુનામાં સંડોવાયેલો - જ્યારે આરોપી દીપુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ ઓઢવ અને શહેર કોટડામાં પાણી ચોરીના ગુનામાં પકડાયો હતો. સૂત્રોનું માનીએ તો આરોપી જ્યારે જ્યારે ચોરી કરતો ત્યારે તે ઘરની બહાર આપકા સો જાના પાપ હે તેવું લખાણ લખી વિકૃત આનંદ લેતો હતો. તેે બે વાર દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.