અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ટ્રમ્પના આગમનના ગણતરીના કલાકો પહેલા જ VVIP ગેટ ધરાશાયી થયો હતો. જે યુદ્ધના ધોરણે ઉભો કરી દેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમે નરેન્દ્ર મોદી VVIP ગેટ નં.-03 પરથી પ્રવેશ લેવાના છે, ત્યારે ટ્રમ્પ અને મોદીના આગમનના ગણતરીના કલાકો પહેલા જ VVIP ગેટ જે બેનરો સાથે લગાવેલો છે તે પવનના કારણે ધરાશાયી થયો હતો.
ગેટ ધરાશાયી થતા તંત્ર દોડતું થયું હતું અને યુદ્ધના ધોરણે ફરીથી ગેટ મજબૂત રીતે ઉભો કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં બંને મહાનુભવોના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ અને રોડ શૉના રુટ પર પણ હેલિકોપટર દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમના તમામ ગેટ પર હથિયારો સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.