ETV Bharat / city

થિયેટર મલ્ટિપ્લેક્સ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો બેરોજગાર, થિયેટરોમાં હજુ ખંભાતી તાળાં

author img

By

Published : Sep 15, 2020, 6:27 PM IST

સમગ્ર દેશમાં સતત વધી રહેલા કોરોના કેસોને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનમાં થિયેટરો હજી પણ બંધ હાલતમાં છે. કોરોનાને લીધે મોટાભાગના વ્યવસાય, ઉદ્યોગોને અસર થઇ છે. જોકે અનલોક બાદ જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે ત્યારે હજુય મલ્ટીપ્લેક્સ થિયેટરોને હજુય ખંભાતી તાળાં લાગેલાં છે અને થિયેટર સાથે જોડાયેલા લાખો લોકો બેરોજગાર પણ બન્યાં છે.

થિયેટર મલ્ટિપ્લેક્સ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો બેરોજગાર, થિયેટરોમાં હજુ ખંભાતી તાળાં
થિયેટર મલ્ટિપ્લેક્સ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો બેરોજગાર, થિયેટરોમાં હજુ ખંભાતી તાળાં

અમદાવાદઃ કેન્દ્ર-રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરીને બધું રાબેતા મુજબ શરૂ કર્યુ છે પણ હજુ સુધી મલ્ટિપ્લેક્સ થિયેટરો અને શાળાકોલેજોને શરૂ કરવામાં આવી નથી. ગુજરાતમાં આજે 250થી વધુ મલ્ટિપ્લેકસ થિયેટર છે. જોકે, લોકડાઉન બાદ આજે છ મહિના જેટલો સમય વીતવા આવ્યો છતાં મલ્ટીપ્લેક્સ થિયેટરોને તાળાં છે. આ સંજોગોમાં મલ્ટિપ્લેક્સ થિયેટર સાથે સંકળાયેલાં લાખો લોકોને નોકરીમાંથી છૂટાં કરી દેવાયાં છે. જેના કારણે તેમણે રોજગારી ગુમાવી છે. ગુજરાત મલ્ટિપ્લેક્સ થિયેટરે એસોસિએશનના સભ્ય રાકેશ પટેલનું કહેવુ છે કે, કોરોનાને કારણે મલ્ટિપ્લેકસ થિયેટરોના સંચાલકોને અંદાજે રૂા.250 કરોડનું નુકશાન માર્ચથી જૂન સુધી ઉઠાવવું પડ્યું હતું જ્યારે હવે તો સપ્ટેમ્બર પણ ચાલુ થઈ ગયો ત્યારે તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું નુકસાન થયું હશે. જયારે લોકડાઉન જાહેર થયું તે વખતે નવી ફિલ્મો આવવાની હતી. પિક સિઝન હતી તે જ વખતે લોકડાઉન જાહેર થતાં આવક ગુમાવવી પડી છે.

શહેરના વાઈડ એંગલ થિયેટરના જનરલ મેનેજર-ઓપરેશન નીરજ આહૂજા જણાવે છે કે મલ્ટિપ્લેકસ થિયેટરો બંધ હોવા છતાંય તેના મેઇન્ટેસન્સ ઉપરાંત વીજ બિલ સહિત અન્ય ખર્ચ આવક વિના પોષાય તેમ નથી. પરંતુ સાવધાની રાખવી પણ આવશ્યક છે. જેના લીધે અમે થોડા ઘણાં સ્ટાફને બોલાવીએ છીએ અને તેમને પગાર પણ કરીએ છીએ પરંતુ બધાં લોકોને અત્યારે બોલાવી શકાય તેવી અમારી પણ પરિસ્થિતિ નથી. આર્થિક સંકટનો સામનો કરી રહેલાં સિનેમા જગતને આશા છે કે, સરકાર નવા નિયમો અંતર્ગત થિયેટરો ખોલવાની મંજૂરી આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.