ETV Bharat / city

કેરીના ભાવમાં વધારો નહીં છતાં બજાર ફિક્કું - અમદાવાદ કોરોના સમાચાર

પાછલા વર્ષે લોકડાઉન હોવાને કારણે બજારમાં મંદી હતી તો આ વર્ષે બજારમાં ગ્રાહક ન હોવાને કારણે મંદી છે. આમ કેરીના રસિકોને છેલ્લા બે વર્ષથી ફળોના રાજા કેરીનો લાહવો મેળવવામાં ક્યાંક ઓછી મજા પડી રહી છે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : May 10, 2021, 10:49 PM IST

કેસર કેરીની બજારમાં 35-40 ટકા ઘટ

ભાવ વધારો નથી પણ ગ્રાહક ન હોવાથી વેચાણ ઓછું

સાઉથની કેરીના ભાવમાં ઘટાડો

અમદાવાદ: કોરોનાના સતત બીજા દરેક વસ્તુઓ ઉપર માઠી અસર પડી છે બજારમાં શાકભાજી ફળોના ભાવ વધારા પણ હાલની પરિસ્થિતિની જ દેન છે. એવામાં ઉનાળામાં ફળોના રાજા કેરીના બજારની શું સ્થિતિ છે તે જાણવું પણ એટલું જ અગત્યનું છે. છેલ્લા બે વર્ષથી ઉનાળામાં જ કોરોનાની સ્થતિ વધુ ગંભીર બની રહી છે.

ટર્નઓવરને લઇ શું કહે છે નરોડા ફ્રૂટ માર્કેટના ચેરમેન

નરોડા ફ્રૂટ માર્કેટના ચેરમેન પ્રેમભાઇનું કહેવું છે કે બે વર્ષ પહેલા અમદાવાદમાં દૈનિક 40 હજાર બોક્સ વેંચતા હતા જે હવે માંડ 15 હજાર બોક્સ વેચાય તેવી સ્થિતિ છે. વળી કેસર કેરીમાં પણ આ વર્ષે 40 થી 35 ટકાની ઘટ છે. આ વર્ષે કેરીના બજારમાં ગ્રાહકોની પણ ઘટ જોવા મળી રહી છે.

કેરીના ભાવમાં વધારો નહીં છતાં વેચાણ ઓછું

દર વર્ષે સામાન્ય વધતી મોંઘવારીની અસર આ વખતે કેરીના બજારોમાં જોવા નથી મળી રહી. કેરીનો સામાન્ય ભાવ ગત વર્ષ જેટલો જ છે તેમ છતાં વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે. આનું એક કારણ હાલની પરિસ્થિતિ છે. સ્વયંભૂ લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. પરિણામે બજારમાં એટલા ગ્રાહકો પણ નથી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો સપ્લાય સારો રહ્યો છે પણ ગ્રાહક ન હોવાથી બજારમાં જોઈએ એટલો નફો નથી.

બજારમાં પેટી દીઠ રૂપિયા 800 થયું 950 હોલસેલ ભાવ

હાલ બજારમાં કેરી 10 કિલોની પેટી દીઠ 800 રૂપિયાથી 950ના ભાવ સુધી મળી રહી છે. એમાંય સાઉથથી આવતી કેરીના ભાવમાં ઘટાડો છે. જેમાં તોતાપુરી જેવી કેરીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ભાવ ગત વર્ષના ભાવ જેટલો જ છે. કેરીના ભાવમાં તલાલાની કેરીનો ભાવ વધુ હોય છે. જો કે હજી બજારમાં તલાલાની હાફુસ કેરીને આવવામાં એક અઠવાડિયાની વાર છે.

બજારમાં કેસર કેરીની ઘટ

સામાન્ય રીતે કેસર કેરીનું વેચાણ વધુ થતું હોય છે પણ ચાલુ વર્ષે કેરીનો પાક ઓછો થયો હોય તેવું સામે આવ્યું છે. નરોડા ફ્રૂટ બજારના ચેરમેન પ્રેમભાઇનું કહેવું છે કે આ વખતે આગળથી જ કેરીનો પાક ઓછો છે. વધુમાં વચ્ચે પડેલા વરસાદના કારણે પણ પાક નુકસાન ગયું છે. જોકે, તેની સામે હાફુસ અને અન્ય કેરીમાં કોઈ ફેરફાર નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.