અમદાવાદ : દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી વધી રહી છે. જેને લઈ સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારની સાથે સાથે સામાન્ય નાગરિક તરીકે એટલી જવાબદારી સામાન્ય લોકોની રહેલી છે જેટલી જવાબદારી સરકારની રહેલી છે, પરંતુ અમદાવાદના મોટાભાગના માર્કેટોમાં નાગરિકો બેફામ રીતે ફરી રહ્યા છે.
જાણે લોકોને કોરોનાના નિયમોનું કાંઈ ખ્યાલ જ ન હોય તે રીતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યું છે. દિવસે દિવસે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સામાન્ય નાગરિકો પોતાની એટલી જ ફરજ નિભાવવી જોઈએ જેટલી હાલના તબક્કે સરકાર નિભાવી રહી છે. સામાન્ય નાગરિકોની જવાબદારી છે કે કોઈપણ માર્કેટની અંદર જઈએ ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરુરી છે.
ઘરની બહાર નીકળતા માસ્ક પહેરીને જ નીકળવું જોઈએ પરંતુ નિયમોની ઐસીતૈસી કરીને સામાન્ય નાગરિક બેફામ રીતે બહાર ફરી રહ્યો છે. જેને લઇ સરકાર હવે કડક વલણ જોવા મળી રહ્યું છે.
અમદાવાદના ભદ્ર વિસ્તારની અંદર મોટાભાગના પાથરણા વાળો રહેલા છે. લોકડાઉન બાદ સૌથી વધુ કફોડી હાલત તે તમામ લોકોની બની છે. ધંધો-રોજગાર સંપૂર્ણપણે થઈ ગયો હતો. જ્યારે અનલોક થતાં ધીમે ધીમે ખરીદી શરૂ થઈ હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું એ ખૂબ જરૂરી છે. તેમ છતાં ભદ્ર થી લઈને ગાંધી રોડ સુધીના વિસ્તારમાં તમામ જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
કોરોનાવાયરસ ને જાણે લોકો સામાન્ય ગણી રહ્યા હોય તેવી રીતે લોકો ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા હતા. અમદાવાદ એક તરફ કોરોના વાયરસમાં હોટ સ્પોટ બની રહ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકની પણ જવાબદારી છે કે, માર્કેટમાં જાય તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. જે પોતાના માટે તેમજ રાજ્યો માટે પણ હિતાવહ ગણવામાં આવી રહ્યું છે.
પરંતુ નિયમોની એસી દેસી કરીને સામાન્ય નાગરિક બેફામ રીતે બહાર કરી રહ્યો છે તે જાણે કોરોનાવાયરસ ની સામે ચાલીને આમંત્રણ આપી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.સરકાર દ્વારા તો અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેર્યું હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ વિસ્તારની અંદર 27 થી વધુ જગ્યા ઉપર રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં પણ સોશિયલ ડિસ્ટન્સના અભાવ જણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ કડક વલણ સાથે લોકો નિયમોનું પાલન કરે તે હેતુસર મનપા હવે નિયમો નો પાઠ સામાન્ય નાગરિકોને ભણાવશે તેઓ લાગી રહ્યું છે.