ETV Bharat / city

દેત્રોજમાં બાઈકની સીટમાં છુપાવીને દારૂ લાવતો શખ્સ ઝડપાયો - દેત્રોજ પોલીસ

અમદાવાદા જિલ્લાના દેત્રોજ તાલુકાથી સુવાળા જવાના રસ્તે બાઈકની સીટ નીચે છુપાઈને દારૂ લાવી રહેલો એક શખસ ઝડપાઈ ગયો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના સુવાળા જવાના માર્ગ પરથી બાઈમાં સીટ નીચે ચોરખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને દેત્રોજ પોલીસે ઝડપી પાડ્યો.

દેત્રોજમાં બાઈકની સીટમાં છુપાઈને દારૂ લાવતો શખસ ઝડપાયો

author img

By

Published : Sep 29, 2020, 4:35 PM IST

દેત્રોજઃ બાઈકમાં પેટ્રોલની ટાંકીની અંદર તેમ જ શીટ નીચે ચોરખાનું બનાવી તેમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે એક શખસને દેત્રોજ પોલીસે ઝડપી પાડ્યો હતો. દેત્રોજ પોલીસ મથકના પીએસઆઈ એ એન નિનામા પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કટોસણ-ધનપુરા તરફથી સુંવાળા ગામ તરફ એક પલ્સર બાઈક પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને એક શખસ આવી રહ્યો છે. આથી દેત્રોજ પોલીસે સુંવાળા-અમરાપુરા ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પલ્સર બાઈક આવતા પોલીસે તેને ઊભું રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ બાઈકચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

દેત્રોજ પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ રાજેશ ઉર્ફે પપ્પુ રવી પંજવાણી અને તે સરખેજ અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના બાઈકની તપાસ કરતા પેટ્રોલની ટાંકી અને સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 72 બોટલો મળી આવી હતી. દેત્રોજ પોલીસે દારૂની 72 બોટલો, એક આઈફોન, પલ્સર બાઇક મળી કુલ રૂ. 40,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.