ETV Bharat / city

લાખોનો મેડિકલ કવચ છતા સિવિલ હોસ્પિટલમાં લીધી સારવાર - Civil Hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ પર ગરીબથી માંડી સુખી સંપન્ન લોકોનો વિશ્વાસ વધુ પ્રબળ બન્યો છે.કોરોનાકાળ અને ત્યારબાદ મ્યુકરમાઇકોસીસમાં ઘનાઢ્ય વર્ગ પણ સિવિલ હોસ્પિટલમાં સારવારને પ્રાથમિક પંસદગી કરી રહ્યા છે. આવા અનેક કિસ્સા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા છે.

xx
લાખોનો મેડિકલ કવચ છતા સિવિલ હોસ્પિટલમાં લીધી સારવાર
author img

By

Published : Jun 2, 2021, 7:26 AM IST

  • લાખો રૂપિયાનો વીમો હોવા છતા સિવિલમાં લઈ રહ્યા છે સારવાર
  • અમદાવાદ સિવિલમાં ડૉક્ટર્સ ખડે પગે સારવાર માટે
  • અમદાવાદ સિવિલમાં 852 દર્દીઓની સારવાર કરવામાં આવી

અમદાવાદ: નડીઆદ તાલુકામાં વસતા વિલાસ આંબેટકર ખાનગી વિમા કંપનીમાં મદદનીશ ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓને 20 મી એપ્રિલે કોરોનાથી સંક્રમિત થય હતા અને નડીઆદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર મેળવી હતી. કોરોનાની સારવાર દરમિયાન તેઓને લાંબા સમય સુધી ઓક્સિજન પર રાખવા પડ્યા અને રેમડેસીવીર તેમજ અન્ય દવાઓની સારવારથી તેઓ સાજા થયા હતા.

મ્યુકરમાઈકોસિસનુ નિદાન

15 મી મે ના રોજ માથામાં અને આંખની આજુ-બાજુના ભાગમાં એકાએક દુખાવો થતા તેમજ સોજા આવતા તેઓ ચિંતીત બન્યા હતા અને 16મી મેના રોજ ખાનગી તબીબ સાથે પરામર્થ કરીને તેઓએ બ્રેઇનનું MRI (Magnetic resonance imaging) કરાવ્યું હતું, જેમાં કંઇક શંકાસ્પદ જણાઇ રહ્યું હતુ. તેઓએ ENT(Ear Nose Throat) તબીબને રીપોર્ટ દેખાડતા અને પ્રાથમિક લક્ષણો અંગેની વિગતવાર માહિતી આપતા તબીબ દ્વારા એન્ડોસ્કોપી કરવામાં આવી હતી, જેમાં સાયનસના ફંગસ હોવાનું નિદાન થયું હતું. વિલાસભાઇને અગાઉથી ડાયાબિટીસ, થાયરોઇડ અને આર્થરાઇટીસ જેવી બિમારી હોવાથી તેઓ મ્યુકરમાઇકોસીસને લઇ ચિંતીત બન્યા અને ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકરમાઇકોસીસની સમગ્ર સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓમાં વધારો, સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ

સ્ટાફ ખડેપગે

વિલાસ બહેન એક ખાનગી વિમાં કંપનીમાં ફરજ બજાવે છે એટલે સ્વાભાવિક છે કે તેઓ પાસે પણ વિમો હોય છતા તેઓએ અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. 17 મેથી તે સારવાર મેળવી રહ્યા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.સિવિલ હોસ્પિટલના તબીબો પર સારવાર અને કામનું ભારણ હોવા છતા પણ હસ્તામુખે દિવસ રાત મહેનત કરીને ગમે તે ભોગે દર્દીનારાયણની સેવા કરી તેમનો જીવ બચાવવાના સંકલ્પ સાથે તમામ મેડિકલ સ્ટાફ ખડેપગે છે.

આ પણ વાંચો : અમદાવાદ: ડોક્ટર્સમાં ફરી કોરોના વકર્યો, અસારવા સિવિલના વધુ 5 સિનિયર ડોક્ટર્સ કોરોના સંક્રમિત

24x7 કાર્યરત

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી જણાવે છે કે કોરોનાકાળ દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની સાથે સાથે અમારી હોસ્પિટલમાં 852 મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સારવાર હાથ ધરવામાં આવી છે, જેમાંથી 456 દર્દીઓની સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તબીબોની સમગ્ર ટીમ મ્યુકરમાઇકોસીસ પીડિત દર્દીઓની સેવામાં અને જરૂરિયાત ધરાવતા દર્દીઓની સર્જરી માટે દિવસ-રાત 24x7 કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.