ETV Bharat / city

અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ભરાયું, ભગવાનને આભૂષણો અર્પણ કરાયા, ભક્તોને ચેવડા-પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો - Jagannath rathyatra news

અમદાવાદ શહેરમાં જગતના નાથ જગન્નાજીનું મામેરૂં ભરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા ( Rathyatra ) પૂર્વે ભગવાન હાલ મામાના ઘરે બિરાજમાન છે. ત્યારે મામા દ્વારા ભગવાનને મામેરામાં સોના, મહોર અર્પણ કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ભરાયું
અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ભરાયું
author img

By

Published : Jul 5, 2021, 9:08 PM IST

  • સરસપુરમાં રંગેચંગે ઉજવવામાં આવ્યું મામેરૂં
  • મહારાષ્ટ્રીયન વસ્ત્રો આભૂષણો સાથેનું મામેરૂ ભરાયું
  • ભક્તોએ મામેરાના દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદઃ જગતના નાથ જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. એક તરફ ભક્તો અસમંજસમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ભક્તોમાં આતુરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સોમવારે સરસપુર વિસ્તારમાં આવેલા મામાના ઘરે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રીયન વસ્ત્રો વિશિષ્ટ બનાવવામાં આવ્યાં છે. ભગવાનને સોના, મહોર પણ અપર્ણ કરવામાં આવ્યા છે. કોરોનાની ગાઈડલાઈન ( Corona guideline ) મુજબ આ વર્ષે રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં યોજાય તેવી શક્યતા વચ્ચે મોસાળ પક્ષ તરફથી મામેરું ભરવામાં આવ્યું છે.

ભગવાનને આભૂષણો અર્પણ કરાયા
ભગવાનને આભૂષણો અર્પણ કરાયા

મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જોડાયા

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા રણછોડરાય મંદિરમાં મોસાળ પક્ષ દ્વારા મામેરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું છે. જેને લઈ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જોડાયા હતા. કોરોના મહામારી ( Corona epidemic )ને ધ્યાને રાખી ટ્રસ્ટ દ્વારા સેનિટાઇઝર માસ્ક અને કોવિડની ગાઈડલાઈન ( Corona guideline )નું પાલન કરાવવામાં આવી રહ્યું છે. દર્શનાર્થે આવેલા ભક્તોમાં ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળતો હતો. આ દરમિયાન મંદિરમાં ભક્તોને ચેવડા અને પેંડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરી સરસપુર વાસીઓએ ધન્યતા અનુભવી છે.

આ પણ વાંચોઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં 150 ખલાસી દ્વારા ખેંચાશે રથ

યજમાન 50 વર્ષથી ભગવાનના મામા બનવાની જોઈ રહ્યા હતા રાહ

ભગવાનના મામા બનનારા મુખ્ય યજમાને જણાવ્યું કે, મોક્ષમાં પહોંચ્યા તેવો અનુભવ થયો છે. 50 વર્ષથી ભગવાનના મામા બનવાની રહા જોઈ રહ્યા હતા. ત્યારે આજે મામા બનવાનો વારો આવ્યો છે. આજે મામા બનીને ધન્યતાનો અનુભવ થયો છે. ભગવાનને એક પ્રાર્થના કરવામાં આવી છે કે, કોરોનાના આ કાળમાં લોકોને સુખાકારી પ્રાપ્તિ થયા અને સમૃદ્ધિ મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ભરાયું

આ પણ વાંચોઃ Rath yatra 2021: રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે- લક્ષ્મણદાસ

કોરોનાની ગાઈડલાઈન સાથે લોકો કરી રહ્યા છે દર્શન

ભગવાનના મામેરાના દર્શન ભક્તો રાત્રે 8 વાગ્યા સુધી કરી શકે તે પ્રકારે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ છે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લોકોને દર્શન કરવાં દેવામાં આવી રહ્યા છે. સરસપુર મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલના જણાવ્યા પ્રમાણે કોરોનાને કારણે દરેક ભક્તને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. હાલ ભગવાન મહારાષ્ટ્રીયન વેશમાં દરવખત કરતા અલગ જોવા મળી રહ્યા છે. મામેરામાં હાલ કોસ્મેટિક, ઝવેરાત સહિત અન્ય સામગ્રી પણ દર્શનાર્થે મુકવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના શાહપુરમાં બને છે ભગવાન જગન્નાથના મનમોહક વાઘા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.