અમદાવાદ : સરકાર દ્વારા વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે(Budget Session of Gujarat Legislative Assembly) ઢોર નિયંત્રણ વિધેયક કાયદો(Cattle Control Bill) પસાર કરવામાં આવ્ચો હતો. માલધારી સમાજે આ વિધેયકને રદ્દ કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલને રજુઆત કરી હતી. પાટીલે જણાવ્યું હતું કે, આ વિધેયકમાં ઢોર રાખવા લાયસન્સની જોગવાઈ(License mandatory for all livestock keepers) જ ખોટી છે. કેમ કે, ગુજરાતમાં ઘરે-ઘરે ઢોર પાળવામાં આવે છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે પણ આ રજૂઆતને યોગ્ય ગણાવી હતી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી માલધારી સમાજના આગેવાનો અને સંતો મુખ્યપ્રધાનને આવેદન આપવા માટે નીકળ્યા હતા.
આ પણ વાંચો - Laws on Stray Cattle: રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું કભી હા અને કભી ના જેવું વલણ ! માલધારી સમાજે આપ્યું આવેદન
મુખ્યપ્રધાનના કાર્યાલય પહોંચ્યો માલધારી સમાજ - પાટીલે અમદાવાદના ભાજપના બોડકદેવ ખાતેના કાર્યક્રમમાં અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બાબત ઉચ્ચારતા સરકાર એક્શનમાં આવી હતી. મહાનગરપાલિકાના ભાજપના કાઉન્સિલરો મુખ્યપ્રધાનના કાર્યાલયે રજુઆત અર્થે પહોંચ્યા હતા. હવે આ વિધેયક વિધાનસભાના ચોમાસુ સત્રમાં પરત ખેંચાવવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.
આ પણ વાંચો - Protest in Gandhinagar: વિરોધ કરતા 80થી વધુ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત, મહિલાઓ અને બાળકો પણ રડી પડ્યા