- મુંબઈ નોર્થઈસ્ટ લોકસભાના સાંસદ મનોજ કોટક અમદાવાદમાં
- માતૃસંસ્થાની મુલાકાતે આવ્યાં સાંસદ
- પેટાચૂંટણીમાં 8 બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
અમદાવાદઃ સાસંદ મનોજ કોટક પોતાની માતૃસંસ્થાની મુલાકાત દરમિયાન સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને લોહાણા સમાજ દ્વારા આગામી સમયમાં શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવનારા કાર્યો માટે રૂપરેખા તૈયાર કરી હતી. સાંસદ મનોજ કોટકે પેટાચૂંટણી અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત વડાપ્રધાન મોદીનું ગૃહરાજ્ય છે જેથી ભાજપ તમામ બેઠકો જીતશે.
- અંબાજી દર્શને પણ જશે
અમદાવાદની મુલાકાત બાદ સાંસદ મનોજ કોટક અંબાજી ખાતે મા અંબાના દર્શને જશે. આવનારા સમયમાં અયોધ્યામાં લોહાણા સમાજ દ્વારા કરવામાં આવનારા સામાજિક કાર્યો અંગે પણ ચર્ચા કરશે.