ETV Bharat / city

LRD Exam 2022 : પેપરલીક કાંડ વચ્ચે ગુજરાતમાં આજે યોજાઈ LRD પરીક્ષા, 2.95 ઉમેદવારનું થશે ભાવિ નક્કી - ગુજરાત રાજ્યમાં LRD પરીક્ષા યોજાઈ

ગુજરાત રાજ્યમાં 954 સેન્ટરો પર LRDની પરીક્ષાનું (LRD Exam 2022) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2.95 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે, પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે થઈને રાજ્ય પોલીસ વડાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

LRD Exam 2022 : પેપરલીક કાંડ વચ્ચે ગુજરાતમાં આજે યોજાઈ LRD પરીક્ષા, 2.95 ઉમેદવારનું થશે આજે ભાવિ નક્કી

author img

By

Published : Apr 10, 2022, 2:06 PM IST

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં આજે LRD પોલીસ (LRD Exam 2022) ભરતીની પરીક્ષા યોજાઈ (LRD Examination Gujarat) છે, ત્યારે રાજ્યમાં અવારનવાર ભરતી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષા સહિતના પેપર ફૂટવાની ઘટનાને લઇને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસનો ચૂસ્ત અને પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જેમાં LRDની 10988 જગ્યાઓ માટે ગુજરાત રાજ્યના 954 સેન્ટર પર LRD પરીક્ષા લેવામાં આવી રહી છે.

LRD Exam 2022 : પેપરલીક કાંડ વચ્ચે ગુજરાતમાં આજે યોજાઈ LRD પરીક્ષા, 2.95 ઉમેદવારનું થશે આજે ભાવિ નક્કી

રાજ્યના 6 મહાનગરોમાં LRD પરીક્ષા યોજાઈ : રાજ્યના 6 મહાનગરોમાં પરીક્ષા યોજાઈ છે. પરીક્ષાનો સમય બપોરે 12 કલાકથી 2 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા દરમિયાન કેન્દ્ર દીઠ PI અને PSI કક્ષાના અધિકારીઓ ગોઠવવામાં આવ્યા છે. તેમજ પરિક્ષા કેન્દ્રમાં મોબાઈલ સહિતના ડિજિટલ ઉપકરણો પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. તેમ જ OMR સીટનું 24 કલાકમાં સ્કેનિંગ ઓનલાઈન મુકાશે એ સિવાય પરીક્ષામાં ઉમેદવારોએ 11 વાગ્યા બાદ કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળ્યો ન હતો.

આ પણ વંચો: LRD Exam Gujarat 2022: LRDની પરીક્ષાને લઈને પરિવહન નિગમની મહત્વની જાહેરાતા, વધારાની ST બસો મુકાશે

LRD પરીક્ષામાં બાથરુમ જવાની પણ મનાય : વન રક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોયલેટમાં જઈને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા LRDની આ પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને ક્લાસ રૂમની બહાર નીકળવા દેવામાં આવશે નહીં, ઉમેદવાર દ્વારા કોઈપણ પ્રકારની દલીલ બાથરુમ અથવા પાણી પીવા માટે જવાની હશે તેને પણ નકારી દેવામાં આવશે. પાણીપીવાની વ્યવસ્થા પણ કલાસરૂમમાં જ કરવામાં આવી છે.

OMR શીટ ફરી કવરમાં મૂકી તેની સામે જ સીલ કરાશે : પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ OMR સીટના કવરનું સીલ ખોલવામાં આવશે. આ પદ્ધતિ GPSCમાં છે, પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ LRDમાં એવી પદ્ધતિ દાખલ કરવામાં આવી છે કે પેપર પૂરું થયા બાદ ઉમેદવારને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ OMR શીટ ફરી કવરમાં મૂકી તેની સામે જ સીલ કરાશે આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

આ પણ વંચો: ગુજરાતમાં ફરી એક વાર પેપર લીક, ધોરણ 10 હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા : તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે. તો બીજી તરફ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વેચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા DEO થી લઇ સુપરવાઇઝર અને PI, PSIને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.