આજે 6 કલાકારો વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, હાલ સમગ્ર દેશમાં ભાજપના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ પ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં ભારતને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે.
![Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4125795_vagani.jpg)
ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપની રાષ્ટ્રપ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભાજપાની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને સૌ ભાજપામાં જોડાયા છે. ત્યારે, હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
![Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4125795_vagani2.jpg)
ભાજપે કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે. ત્યારે, હું તેમને ભાજપ રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારું છું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા ગુજરાતના સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર સુખદેવભાઇ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.