અમદાવાદ: અમદાવાદ IIM પરિસરમાં નવી બિલ્ડિંગના બાંધકામ માટે રાખવામાં આવેલા મજૂરોને 28મી માર્ચથી મજૂરી ન અપાતા અને તેમને ઘરે જવા ન દેવાતા IIMના નિર્દેશકને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદમાં સોમવારે આઈઆઈએમ રોડ પાસે પોલીસ પર પથ્થરમારાના કેસમાં 300 જેટલા મજૂરોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, 274 મજૂરોને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરી છોડી મુકવામાં આવ્યા હતાં. 36 મજૂરોના કોરોના ટેસ્ટ બાકી હોવાથી તેમને હજી છોડવામાં આવ્યા નથી. IIM અમદાવાદ પરિસરમાં નવી બિલ્ડીંગ બાંધવાનું કામ કરતા આ શ્રમિકો મોટાભાગના ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વતની છે.
શ્રમિકો વતી વકીલ આનંદ યાજ્ઞિકે IIM અમદાવાદને લીગલ નોટિસ ફટકારી શ્રમિકોની મજૂરી, તેમને વતન જતા અટકવવા વગેરે મુદા પર ખુલાસા માંગ્યા છે. આ મામલે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ પાગલ કરી શકાય છે.