- અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
- અમદાવાદ શહેરનો લાંભા વિસ્તાર સૌથી મોટો વોર્ડ
- સ્થાનિકોને સરકારી હોસ્પિટલ મળે તેવી આશા
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમાસણ ચાલી રહ્યું છે. અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળે છે. ત્યારે શહેરના લાંભા વિસ્તારનો છેલ્લા 10 વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધાઓ નહીં મળતા વિસ્તાર હજુ પણ પછાત ગણાય છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ વિસ્તારમાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તેમ છતાં અનેક કામગીરીઓ હજુ પણ બાકી રહી છે. જેને લઈને સ્થાનિકો આગામી પાંચ વર્ષ દરમિયાન તેમને સારી સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદનો સૌથી મોટો વોર્ડ લાંભા વિસ્તાર
નોંધનીય છે કે, અમદાવાદ શહેરનો લાંભા વિસ્તાર સૌથી મોટો વોર્ડ છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ સૌથી વધારે આવેલો છે. સાથે જ મધ્યમ અને ગરીબ વર્ગના વસ્તી વધારે રહે છે તેમના માટે માળખાકીય સુવિધાઓ જેવી કે શહેરમાં જવા માટે MTSની સેવા, પાણી ગટર અને રસ્તાઓ સારા મળે તેવી આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે.
સ્થાનિકોને સરકારી હોસ્પિટલ મળે તેવી આશા
નોંધનીય છે કે, અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં અનેક સમસ્યાઓનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. લાંભા વોર્ડમાં સરકારી હોસ્પિટલ મળે જેના લીધે વિસ્તારના સ્થાનિકોને દૂર સુધી જવું ન પડે તો બીજી તરફ સરકારી શાળા પણ મળે જેના લીધે બાળકોના અભ્યાસક્રમમાં ફાયદો થાય.