અમદાવાદ- ગુજરાત ATS એ (Gujarat ATS)ડ્રગ્સને લઈને અગાઉ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં જખૌના દરિયાથી હેરોઇન પકડી (Seized Heroin From Jakhau Sea) પાડ્યું હતું. 56 કિલો હેરોઇન (56 kg of heroin worth Rs 280 crore) મામલે 3 આરોપીઓના નામ ખુલ્યા હતાં જેમની દિલ્હીની જેલમાંથી ATS એ ધરપકડ (Drug accused arrested from Delhi jail) કરી હતી. આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં રાઝી હૈદરનું નામ ખુલ્યું હતું. હૈદર જ ભારતમાં ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપી છે.
આ પણ વાંચોઃ Jakhau Port Drugs Caseની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા, ગુજરાત અને મુઝફ્ફરનગર વચ્ચે શું કનેક્શન છે...
મુખ્ય આરોપી હૈદર રાઝીનું નામ સામે આવ્યું -જખૌના દરિયાથી 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઇન (56 kg of heroin worth Rs 280 crore) ATS એ ઝડપ્યું હતું. જેમાં અફઘાની નાગરિક હમીદ,હકીમ અને દુબઇથી ડ્રગ્સ મોકલનાર શાહીનના ભાઈ અઝીમનની દિલ્હી જેલમાંથી ધરપકડ (Drug accused arrested from Delhi jail) કરી હતી. દિલ્હી જેલમાંથી ધરપકડ કર્યા બાદ ATS પૂછપરછ કરી હતી ત્યારે ભારતમાં ડ્રગ્સ મોકલાવનાર મુખ્ય આરોપી હૈદર રાઝીનું નામ સામે આવ્યું છે. મુખ્ય આરોપીનું નામ સામે આવતા જ ATS એ તપાસ શરૂ કરી છે.
છેલ્લા ઘણા સમયથી ats દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. જ્યારે હાલમાં રથયાત્રાને લઈને ats તેમજ અનેક એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. Ats દ્વારા છેલ્લા એક વર્ષમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.