ETV Bharat / city

Jagdish Thakor Statement : ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું - કેન્દ્રીયપ્રધાન દેવુસિંહ ચૌહાણ મુલાકાત

આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભારે અંસંતોષ દર્શાવી સત્તાવાર રાજીનામું આપી દીધું છે. તેમાં જોકે પ્રદેશ પ્રમુખનું આ અંગેનું નિવેદન (Jagdish Thakor Statement) આશ્ચર્યજનક લાગે તેવું છે.

Jagdish Thakor Statement :  ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું

author img

By

Published : Feb 17, 2022, 8:42 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આવનારી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભારે અસંતોષ હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી ભગવો ધારણ કરી રહ્યા છે. જો કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ન (Jagdish Thakor Statement)હજુ પણ સ્વીકારવા તૈયાર નથી કે કોંગ્રેસમાં અસંતોષનો (Congress reaction after Jayarajsinh resignation) માહોલ છે.

પાંચ રાજ્યોની ચૂંટણી વચ્ચે કમઠાણ

દેશમાં હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ (Five States Elections) ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં બીજા ચરણનું મતદાન પૂર્ણ થયું છે પંજાબમાં 20મી ફેબ્રુઆરીએ મતદાન છે અને ઉત્તર પ્રદેશમાં હજુ પાંચ ચરણનું મતદાન બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભારે અસંતોષનો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી કાર્યકર તરીકે પોતાની જવાબદારી નિભાવનાર નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં અને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. તેવામાં વધુ એક ઉત્તર ગુજરાતના કદાવર નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) નજીક આવી રહી છે ત્યારે આ વાત સાંભળીને હવે ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ પડે તેવી પૂરી શક્યતાઓ સેવાઇ રહી છે. જેની વચ્ચે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.

દિલ્હીના નેતાઓના સંપર્કમાં જયરાજસિંહ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જયરાજસિંહ પરમાર દિલ્હીના નેતાઓના સંપર્કમાં છે. આપને જણાવી દઇએ કે કેન્દ્રીયપ્રધાન દેવુસિંહ ચૌહાણે બે દિવસ પહેલાં જ જયરાજસિંહ પરમારના ઘરે મુલાકાત (Union Minister Devusinh Chauhan visit) લીધી હતી જેના કારણે કોંગ્રેસમાં ઘણી અડચણ ઊભી થઈ હતી.

ઈટીવી ભારત સાથે વાતચીતમાં રાખ્યો પક્ષ

ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જયરાજસિંહ પરમારે જણાવ્યું કે મેં મારા જીવનના 37 વર્ષ કોંગ્રેસને આપ્યા છે. છતાં પાર્ટીના કેટલાકને નેતાઓ પોતાનું જ કરી રહ્યા છે. મેં પરિવારને પણ સાઈડમાં રાખી કોંગ્રેસને પ્રાથમિકતા આપી છે. પણ કોંગ્રેસ ક્યારેય પણ પોતાના કાર્યકરને સાચવતી નથી. માત્ર ગુજરાત નેતૃત્વ નહીં પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓ પણ કાર્યકર્તાઓની વાત નથી સાંભળતા. ઉલ્લેખનીય છે કે જયરાજસિંહનું આ પ્રકારનું નિવેદન મોવડી મંડળની ( Congress High Command) નિષ્ક્રિયતા સામે ઈશારો કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 )આવી રહી છે ત્યારે આ સમયે કોંગ્રેસમાં ભંગાણ અને અસંતોષ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે.

આ પણ વાંચોઃ ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર

રાજકીય બાબતોના જાણકારનો અભિપ્રાય

રાજકીય વિશ્લેષક જયંત પંડ્યાએ જણાવ્યું કે દરેક રાજ્યોમાં કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. થોડા સમય અગાઉ સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ દરેક સભ્ય એ તૂટી રહી છે. બિહારમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ગુજરાતમાં પણ છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ છે. જ્યારે યુપી તમિલનાડુમાં પણ કોંગ્રેસની આ જ પ્રકારની પરિસ્થિતિ રહેલી છે. માત્ર રાજસ્થાન પંજાબ છત્તીસગઢ જેવા કેટલાક અમુક ગણ્યાગાંઠ્યા રાજ્યો છે, જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ રહેલું છે. ક્યારે હવે ગુજરાત કોંગ્રેસે મનોમંથન કરવાની આવશ્યકતા ખૂબ જરૂરી છે. જેમાં કોંગ્રેસે ગાંધી પરિવાર સિવાયના સભ્યોને જવાબદારી આપી અને નિર્ણાયક શક્તિ સાથેની આ જવાબદારી આપવી ખૂબ જરુરી છે. તો બીજી તરફ કોંગ્રેસે રાષ્ટ્રવાદના મુદ્દા સાથે કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. કારણ કે ઇન્દિરા ગાંધી ક્યારે પણ રાષ્ટ્રવાદના મુદ્દા સાથે કોમ્પ્રોમાઇઝ કરતા ન હતાં. જેથી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આગળ વધે ખૂબ જરૂરી છે. ગુજરાત કોંગ્રેસમાં પણ મોટાપાયે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને દૂર કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022 ) કોંગ્રેસના સુપડાં સાફ થઈ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણી જીતવાનો શું મંત્ર આપશે?

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વાત ટાળી બીજો જવાબ આપ્યો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જ્યારે ઈટીવી ભારતે ગુજરાત કોંગ્રેસમાં અસંતોષનો માહોલ છે તે પ્રકારે પ્રશ્ન પૂછ્યો ન (Jagdish Thakor Statement) જેનો જવાબ આપવાનું (Congress reaction after Jayarajsinh resignation)ટાળ્યું હતું. તેમણે જણાવ્યું કે સરકાર સામે અસંતોષ છે. સરકાર આખી બદલાઈ ગઈ જેનાથી ભાજપમાં અસંતોષ છે. કદાવર નેતા રૂપાણી અને નીતિનભાઈ જતા રહ્યાં તેઓ પણ અસંતોષ છે. રાજ્યમાં ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. 25 લાખ લોકો બેરોજગાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.