ETV Bharat / city

jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે - Police manning the rathyatra

ભારતીય સંસ્કૃતિ ધર્મસ્થંભ પર ટકેલી છે જેનો આધાર ઇશ્વરપ્રીતિ ગણાવવામાં આવ્યો છે. એવી ભગવદ્ પ્રીતિભર્યા આનંદઉત્સવનો મોટો અવસર એટલે ભગવાન જગન્નાથ રથયાત્રા. આ વર્ષે તો કોરોનાના બે વર્ષ બાદ ભગવાનને પોતાને આંગણે નિહાળવાનો મોકો મળતાં ભક્તજનોનો ઉત્સાહ દેખતાં જ જણાઇ રહ્યો છે. 2022ની આ રથયાત્રાને (jagannath rathyatra 2022) લઇને ચાલો શું થઇ રહી છે તમામ ગતિવિધિ એ જાણીએ.

jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે

author img

By

Published : Jun 30, 2022, 3:38 PM IST

અમદાવાદ- ભારતભરમાં તેમ જ વિશ્વખ્યાત ભગવાન જગન્નાથ રથયાત્રાની મોટા સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવ તરીકેની આગવી ઓળખ બનેલી છે. જ્યાં લાખોની સંખ્યામાં ભગવાન જગન્નાથના ભક્તો મંદિરોમાં દર્શનાર્થે જતાં હોય છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે સ્વયં ભગવાન પોતાના ભાઈબહેન બળભદ્ર અને દેવી સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળી લોકોના સુખદુઃખ જાણે છે અને ભક્તોની પ્રીતિ માણે છે એમ માનવામાં આવે છે.અમદાવાદની રથયાત્રાની (jagannath rathyatra 2022)વાત કરીએ તો તેની શરૂઆત અમદાવાદમાં અષાઢ સુદ બીજના રોજ 1878માં મહંત નરસિંહદાસ દ્વારા કરવામાં આવી હતી. હવે આ ઉત્સવ અમદાવાદીઓનો પ્રિય એવો લોકોત્સવ બની ચૂક્યો છે.

મંદિર કેવી રીતે સ્થાપિત થયું- મંદિરની સ્થાપના વિશે કહેવાય છે કે 400 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદના સાબરમતી નદીના કાંઠા જંગલ જેવા હતા. ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના ભક્ત હતા અને તેઓ ઓડિશા(Odisha)ના પુરી જગન્નાથ મંદિરની મુલાકાતે ગયા ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે, ત્યાં ભગવાને તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે. આ રીતે મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેની અંદર ગૌશાળા પણ બનાવવામાં આવી છે. જે આજે પણ હયાત છે. 1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદમાં રથયાત્રા (jagannath rathyatra 2022)શરૂ કરાવી.

રથયાત્રા દરમિયાન કયા પ્રસંગો સંપન્ન કરવામાં આવે છે -રથયાત્રાની (jagannath rathyatra 2022)તૈયારીઓ અને પરંપરાઓ વિશે વાત કરીએ તો રથયાત્રામાં ભગવાનના રથ નાળિયેરીના ઝાડમાંથી બનાવવામાં આવે છે. આ રથ ભરૂચ(Bharuch)ના ખલાસીઓ દ્વારા બનાવાય છે અને તેને ખેંચવાનું કામ પણ ખલાસીઓ દ્વારા જ કરવામાં આવે છે.આ વર્ષે કદાચ હાલના ત્રણેય રથ આખરીવાર નગરચર્યાના ઉપયોગમાં લેવાશે.કેમ કે નવા રથો બનાવવા માટે કાર્યવાહી શરુ થઇ ગઇ છે. રથયાત્રા પૂર્વે જલયાત્રા, જયેષ્ઠા અભિષેક, મોસાળું, નેત્રોત્સવ જેવી વિધિઓ અને પરંપરાઓ કરવામાં આવે છે. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વ ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિ અંતર્ગત પ્રતીકાત્મક રીતે સોનાની સાવરણથી ભગવાનના રથનો રસ્તો સાફ કરવાની પરંપરા છે.

સરસપુરમાં ભગવાનનું મોસાળું યોજાય છે
સરસપુરમાં ભગવાનનું મોસાળું યોજાય છે

રથયાત્રામાં મોસાળાની વિધિનો આગવો મહિમા-રથયાત્રાની (jagannath rathyatra 2022) શરૂઆત કરાવનાર મહંત નરસિંહદાસજી મહારાજના ગુરુ ભાઈ જમનાદાસજી સરસપુરમાં રણછોડરાય મહારાજ મંદિરના મહંત હતાં. તેમના અનુગ્રહથી નરસિંહદાસજી મહારાજે રથયાત્રાને કાલુપુરથી આગળ વધારીને સરસપુર લઈ જવાનું નક્કી કર્યું અને અહીંયા જ ભગવાનના મોસાળાની પરંપરા શરૂ થઈ હતી. જમનાદાસજીએ કહ્યું હતું કે, "કાલુપુર સુધી જો તમે ભગવાન આવતા હોય તો સરસપુર સુધી આવો", એ દિવસથી રથયાત્રા સરસપુર પહોંચી હતી.રથયાત્રામાં રથ ખેંચનાર ખલાસીઓ અને સાથે ચાલનાર ભક્તોને સરસપુરમાં વિરામ, ભોજન અને તરો-તાજા થવાનો સમય પણ મળી રહે છે. સાથે જ સરસપુરમાં મોસાળાની પ્રથા પણ શરુ થઈ. એક સમયે રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી, પરંતુ સાંકડો રસ્તો હોવાથી તે બદલવો પડયો. ત્યારબાદ તે માણેક ચોક રોડ ઉપર થઈને કોર્પોરેશન થઈ નિજમંદિર પરત પહોંચે છે.મોસાળાની વિધિ એવી છે કે રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે. ત્યારબાદ ભગવાનનો અભિષેક થાય છે. ત્યારબાદ તેઓ પંદર દિવસ સુધી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળ સરસપુર રહેવા જાય છે. જ્યાં તેમને સરસપુરવાસીઓ દ્વારા ધૂમધામથી આવકારવામાં આવે છે. ભગવાનને મોસાળું અર્પણ કરવા માટે ભક્તોનું વેઇટિંગ લિસ્ટ ચાલતું રહે છે. જગન્નાથ રથયાત્રા 2022 માટે અગિયારસના દિવસે ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું (Mameru of Lord Jagannathji at Saraspur) કરાયું હતું. અહીં ભગવાનની આરતી અને મામેરાના દર્શન પછી યજમાનના ઘરે મોસાળાના દર્શન ખુલ્લાં મૂકવામાં આવે છે.

રથયાત્રામાં હાથીઓનો મોટો મહિમા છે
રથયાત્રામાં હાથીઓનો મોટો મહિમા છે

આ વર્ષે મોસાળું શું થયું - (Ahmedabad Rathyatra 2022) કરવામાં આવેલા મોસાળાનું સૌભાગ્ય આંબાવાડીમાં રહેતા અને મૂળ સરસપુરના રાજેશ પટેલને પ્રાપ્ત (Ambavadi Patel Family did Mameru of Lord Jagannath) થયું છે. તેમના દાદા અને પિતાને મોસાળાના યજમાન બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તેમનું કહેવું છે કે, 17 વર્ષ પહેલા તેમણે આ માટે નામ લખાવ્યું હતું. મોસાળાના યજમાન થવા માટે જે વ્યક્તિ નામ લખાવે તેનો ડ્રો થાય છે. તે પ્રમાણે વ્યક્તિને મોસાળું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે મોસાળાના યજમાન પ્રસિદ્ધ ફર્નિચર બ્રાન્ડના પરિવારમાંથી આવે છે. આ વર્ષે કમળ, મોર અને નંદીની થીમ પર વસ્ત્રો બનાવવામાં આવ્યા છે. વસ્ત્રોને સ્કાયબ્લ્યૂ અને ગુલાબી રંગ આપવામાં (Ambavadi Patel Family did Mameru of Lord Jagannath) આવ્યો છે, જેની પર જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે. આ વસ્ત્રોની ડિઝાઇન ઘરની દીકરીઓએ તૈયાર કરી છે. યજમાન પરિવાર દ્વારા મોસાળામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને મોટા હાર, વિંટી, ચાંદીની ગાય, ચાંદીના થાળ, કોસ્મેટિક્સ, વસ્ત્રો વગેરે વસ્તુઓ (jagannath rathyatra 2022) આપવામાં આવી છે.

નેત્રોત્સવ વિધિ થઇ ગઇ સંપન્ન- અમદાવાદના જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં નેત્રોત્સવ વિધિનો (Netrotsav Vidhi at Jagannath Temple) પરંપરાગત કાર્યક્રમ વૈશાખી અમાસે યોજાય છે તે પણ આ વર્ષે સંપન્ન થઇ ચૂક્યો છે. નેત્રોત્સવ વિધિમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi at Jagannath Temple) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગૃહ રાજ્યપ્રધાને પહેલી વખત મંદિરના ઘૂમ્મટ પર ચઢીને ધ્વજારોહણ કર્યું હતું. આ વિધિનું મહાત્મ્ય એ હોય છે કે ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુરથી નિજ મંદિરે (jagannath rathyatra 2022) પરત આવ્યા છે. મામાના ઘરે ભગવાન જગન્નાથજીને આંખો આવી છે. જેના કારણે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરતાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવે છે. જે રથયાત્રાના દિવસે ખોલવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં ભંડારાનું આયોજન (Bhandaro at Jagannath Temple) કરવામાં આવ્યું હતું.જગન્નાથજી મંદિરમાં યોજાયેલા ભંડારામાં રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો તેમ જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Former Deputy CM Nitin Patel at Jagannath Temple) ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે 2 વર્ષ પછી અહીં સાધુસંતો આરામથી જમ્યાં હતાં.

નેત્રોત્સવ વિધિમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને સી આર પાટીલ

મંગળા આરતી સાથે રથયાત્રાની પારંપરિક શરુઆત- છેલ્લા ઘણા વર્ષોથી અષાઢી બીજ નિમિતે અમિત શાહ (Amit Shah At Jagannath Temple) પરિવાર સાથે જગન્નાથ મંદિરે મંગળા આરતી કરે છે. દિલ્હી ગયા બાદ પણ તેમણે આ પરંપરાને યથાવત રાખી છે. કોવિડના કાળ બાદ બે વર્ષે ફરીથી અમદાવાદમાં રથયાત્રાનું (Ahmedabad Rath Yatra 2022) આયોજન કરાયું છે. આ વખતે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે. તારીખ 1 જુલાઈના રોજ અમિત શાહ અમદાવાદ (Amit Shah in Ahmedabad) આવશે અને અમદાવાદના જગન્નાથ મંદિરે મંગળા આરતી કરશે. એ પછી 145મી રથયાત્રા (jagannath rathyatra 2022) શરૂ થશે.

રથયાત્રા માટે મોટું આકર્ષણ હોય છે આ બાબતો - રથયાત્રામાં (jagannath rathyatra 2022) હાથી, ભજન મંડળીઓ, અખાડાઓ, શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર હોય છે. શણગારેલી ટ્રકોમાં મનોરંજનકર્તા ટેબ્લો કરવામાં આવે છે. આ ટ્રકોમાંથી જ રથયાત્રાના રુટ પર દર્શન કરવા આવતાં ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ, ખીચડો અને જાંબુ આપવાની પરંપરા છે. કુલ 14 કિલોમીટરની લંબાઈ ધરાવતા રથયાત્રાનો માર્ગ સમગ્ર પૂર્વ અમદાવાદના કોટ વિસ્તારોમાંથી પસાર થાય છે. રથયાત્રામાં હાથી, ભજન મંડળીઓ, અખાડાઓ, શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. પહેલા કોમી તંગદિલીનું કારણ બનેલી રથયાત્રા હવે કોમી એખલાસનું કારણ બની ચૂકી છે.

મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિની પરંપરા- અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા (jagannath rathyatra 2022)નીકળવાની છે. આ અવસર માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા શરૂ થાય ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પહિંદવિધિ કરે છે. આ માહોલ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ કોવિડગ્રસ્ત થયા છે. બુધવારે ભૂપેન્દ્ર પટેલ કોવિડગ્રસ્ત થયાનો પહેલો દિવસ રહ્યો છે.જ્યારે તારીખ 1 જુલાઈના રોજ અષાઢી બીજની રથયાત્રા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના બદલે પહિંદ વિધિ (Pahind vidhi by CM) કોણ કરશે એ જોવાનું છે. આજ સુધીનો અમદાવાદમાંથી નીકળતી રથયાત્રાનો ઈતિહાસ છે કે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે જ પહિંદ વિધિ થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન હાલ ભુપેન્દ્ર પટેલ જ કોરોના સંક્રમિત થયા છે. આ પહિંદ વિધિ હર્ષ સંઘવી અથવા તો રાજેન્દ્ર ત્રિવેદી કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

રથયાત્રા અને રાજ્ય પોલીસતંત્રની કસોટી- રથયાત્રા ભૂતકાળમાં કોમી તોફાનોનો ભોગ પણ બની ચૂકી છે. ત્યારથી લઇને શહેર પોલીસ જ નહીં, સમસ્ત રાજ્ય પોલીસ તંત્ર દ્વારા મહિના પહેલાંથી એલર્ટ મોડમાં રથયાત્રાની તૈયારીઓ સાથે જ હજારોની માત્રામાં પોલીસ જવાનો તેમજ રેપિડ એક્શન ફોર્સના જવાનો અને પેરામિલેટ્રી પણ જોડાયેલી (Police manning the rathyatra) રહે છે. 1946માં રથયાત્રા(Rathyatra) દરમિયાન થયેલા કોમી તોફાનોએ બે યુવાનોના જીવ પણ લીધા હતા. જેમાં વસંતરાવ અને રજબ અલીનો સમાવેશ થાય છે. જેમણેે કોમી વેરઝેર રોકવા પોતાના જીવ આપ્યાં હતાં. જે આજે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક બની ચૂક્યા છે. 1 જુલાઇ તેમની પુણ્યતિથિ પણ છે. આ ઉપરાંત 1969માં પણ જગન્નાથ મંદિર સંદર્ભમાં જ બે કોમો વચ્ચે રમખાણ થયાં હતાં. કેટલીયવાર એટલે જ રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવાની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ વર્ષે કઇ રીતનો છે સુરક્ષા બંદોબસ્ત -અમદાવાદની 145મી રથયાત્રાનો (jagannath rathyatra 2022)જડબેસલાખ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેમાં 26 રેન્જ, 53 એરિયા અને 135 સબએરિયા અંતર્ગત 1400 પોઈન્ટસમાં પોલીસ બંદોબસ્ત વિભાજીત (Police manning the rathyatra)કરાયો છે. મૂવિંગ, સ્ટેટિક, ટ્રાફિક, કન્ટિજન્સી અને અન્ય સહિત 5 વિભાગોમાં બંદોબસ્તની વહેંચણી થઇ ગઇ છે. તો આકસ્મિક સંજોગોમાં રથના પૈડાના સમારકામમાં મદદથી લઈને પુશિંગ સ્ક્વોડના ટાઈમટેબલ અને રોટેશન સુધીનું તલસ્પર્શી આયોજન કરી લેવામાં આવ્યું છે. આ બંદોબસ્તનો હેતુ રથયાત્રા અવિરત આગળ વધે, તેના રૂટ પરથી જ પસાર થાય અને ઝડપથી પસાર થાય એ જોવાનું હોય છે. 18 હાથી, 101 સુશોભિત ટ્રક, 30 અખાડા, 3 રથ, ભજન મંડળીઓ, નિશાન ડંકા તેમજ મંદિરના મહંતશ્રીની સુરક્ષાનું આયોજન તેમજ રથના પૈડા ક્ષતિગ્રસ્ત થવા પર તેમા મદદગારી કરવાની જવાબદારી મૂંવિંગ બંદોબસ્તની ટીમના શિરે હોય છે. આ ઉપરાંત 11 પોલીસકર્મીઓની એક એવી કુલ 20 પુશિંગ સ્ક્વોડ બનાવવામાં આવે છે. જે જગન્નાથ મંદિરથી કાલુપુર ઝોન 3 ઓફિસ સુધી અને ત્યારબાદ ઢાળની પોળથી ફરી જગન્નાથ મંદિર સુધી રથને ગતિ આપવામાં મદદરૂપ બને છે.

અમિત શાહ વર્ષોથી મંગળા આરતીમાં સપરિવાર ઉપસ્થિત રહે છે

રથયાત્રામાં આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે- પ્રથમ વખત રથયાત્રામાં (Bhagvan Jagannath Rathyatra in Ahmedabad ) પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનીટરીંગ (Monitoring of rathyatra from helicopter ) કરવામાં આવશે. ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ભાડે રાખીને પોલીસ દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરશે.રથયાત્રાના દિવસે અલગ અલગ ટીમ હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ (Monitoring of rathyatra from helicopter ) કરશે. ગુરુવારે હેલિકોપ્ટરમાં બેસીને પોલીસ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવશે.ઉપરાંત ડ્રોન દ્વારા પણ રથયાત્રાના રુટ પર નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

145મી રથયાત્રામાં બંદોબસ્તના પોઈન્ટ - અમદાવાદમાં યોજાઇ રહેલી 145મી રથયાત્રામાં (jagannath rathyatra 2022) પોલીસે 52 મંદિર, 68 મસ્જિદ, 03 દેરાસર,01 ચર્ચ, 250 ધાબા પોઈન્ટસ,26 વોચ ટાવર અને 55 વીડિયો રેકોર્ડિંગ પોઈન્ટસ નક્કી કર્યાં છે. રથયાત્રામાં નાનામોટા આકસ્મિક બનાવોને પહોંચી વળવા માટે ઇમરજન્સી પ્લાન (Police manning the rathyatra) બનાવામાં આવ્યો છે. 15 ક્વિક રિસ્પોન્સ ટીમની મદદથી જલ્દીથી જલ્દી મદદ પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાયર ઇમરજન્સી તેમજ મેડિકલ ઇમરજન્સી પ્લાન પણ આગોતરા તૈયાર કરી દેવામાં આવ્યા છે. આગનો કોઈ બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ પર ફાયર ફાયટર ટીમ રાખવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ સેવાઓ, મોબાઈલ એમ્બ્યુલન્સ, અર્બન હેલ્થ સેન્ટર, રથયાત્રાના રૂટ પર કાર્યરત રહેશે. કોઈને તબીબી સેવાની જરૂર પડે તો તે માટે વી. એસ., એલ. જી., શારદાબેન, તથા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમો ખડેપગે રાખવામાં આવશે.પોલીસ દ્વારા રૂટ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે. રથયાત્રાના દરેક રૂટના કમ્યુનલ ઇતિહાસ, સંવેદનશીલ પોઇન્ટ તથા સંભવિત સંવેદનશીલ પોઇન્ટ ને ઓળખીને તેની ચકાસણી તેમજ રથયાત્રા દરમિયાન ત્યાંથી કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે જોવાનું કામ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે.

રથયાત્રાનો રુટ- રથયાત્રા શહેરના જુદા જુદા હિસ્સાઓમાંથી પસાર થાય છે એટલે જે હિસ્સામાં રથયાત્રા હોય એ સિવાયના ભાગમાં લોકોને અવરજવરની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સંદર્ભમાં રથયાત્રા (jagannath rathyatra 2022) જ્યાંથી પસાર થવાની છે એ માર્ગોને એટલા સમય માટે બંધ કરી એના વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે. એ મુજબ પરંપરાગત રૂટ પ્રમાણે રથયાત્રા સવારે 6 કલાકેે જગન્નાથ મંદિરથી જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જુના ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઇ સરસપુર જશે. બપોરે સરસપુર મંદિરે વિશ્રામ કર્યા બાદ આ યાત્રા પુનઃ સરસપુરથી નીકળી કાલુપુર બ્રિજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા , જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઇસ્કુલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ. દાણા પીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી નિજમંદિર (route of the Rathyatra) પરત આવશે.

બંધ કરાયેલા રસ્તાના બદલે અપાયેલા વૈકલ્પિક માર્ગ- ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર સુધીનો રૂટ સવારે 2.00 કલાકથી રથયાત્રા (jagannath rathyatra 2022)પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આજ રીતે રાયખડ ચાર રસ્તા અને આસ્ટોડિયા દરવાજાનો વિસ્તાર સવારે 5 કલાકથી સવારે 11 કલાક સુધી અને સાંજે 5 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ રૂટ સવારે 9 કલાકથી બપોરે 4.30 કલાક સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટ ફુલ બજાર, જમાલપુર બ્રિજ, ગીતામંદિર તથા રાયખડ ચાર રસ્તાથી જમાલપુર ગાયકવાડ હવેલી અને આસ્ટોડિયા ચાર રસ્તાથી ગીતામંદિર જમાલપુર બ્રિજ. સરદાર બ્રિજ અને પાલડી તરફનો માર્ગ વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરાયો છે. આ જ રીતે સારંગપુર સર્કલથી, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજથી સરસપુર સુધીનો રૂટ સવારે 9 કલાકથી થી બપોરે 4.30 કલાક સુધી બંધ રહેશે. તેના વિકલ્પરૂપે લોકો કામદાર ચાર રસ્તાથી હરિભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલ પૂરા ચાર રસ્તા, ચામુંડા બ્રીજ, ચમનપુરા સર્કલથી અસારવા બ્રિજ થઈ ઇદગાહ સર્કલ સુધીનો માર્ગ ઉપયોગ કરી શકાશે. શહેરના કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજાથી દરિયાપુર દરવાજા અને દિલ્હી ચકલા સુધીનો રૂટ સવારે9.30 થી બપોરે 4.40 કલાક સુધી બંધ રહેશે. આ માર્ગના વિકલ્પ રૂપે શહેરીજનો ઇન્કમટેક્સ થઈ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા થઈ ઇદગાહ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ જ રીતે દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા, શાહપુર ચકલાથી રંગીલા ચોકીથી આરસી હાઇસ્કુલ, ઘીકાંટા ચાર રસ્તા, પાનકોરનાકા, માણેકચોકથી ગોળ લીમડા થઈ મંદિર તરફનો માર્ગ સાંજે 5.30 કલાક થી રથયાત્રા ખમાસાથી પસાર થાય ત્યાં સુધી બંધ કરાશે. તેના વિકલ્પ રૂપે શહેરીજનો દિલ્હી દરવાજાથી રાહત સર્કલ થઈ દધિચી સર્કલ, રીવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘરથી લાલ દરવાજા સુધીના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે.આ ઉપરાંત રથયાત્રાના રૂટ ઉપરના શાહપુર હલીમની ખડકીથી શાહપુર દરવાજા બહાર સુધી હાલ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલુ હોય રથયાત્રાના દર્શન માટે આવતા દર્શનાર્થીઓ આ સ્થળના બદલે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથયાત્રાના દર્શન કરી શકશે.

કોરોનાના બે વર્ષ બાદ યોજાયેલા ભંડારામાં દેશભરમાંથી આવેલા સાધુસંતોએ પ્રેમપૂર્વક પ્રસાદ લીધો હતો

બસ, હવે આવતીકાલે 1 જુલાઈએ 145મી રથયાત્રાનો (jagannath rathyatra 2022)પ્રારંભ થાય અને જગતના નાથ જગન્નાથ ભાઇબહેન સહિત અમદાવાદના નગરજનોને દર્શન આપવા આવે તેની રાહ જોવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.