અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફાર્મ રૂપિયા 100 કરોડની કિંમતની જમીન બારોબાર ટોકન ભાડે આપી દેવાની વિવાદિત દરખાસ્ત મૂકવામાં આવી છે. શહેરના કર્ણાવતી ટેક્સ્ટાઇલ એસોસિએશન દ્વારા સીઇટીપી પ્લાન્ટ બનાવવા માટે એટલે કે, કચરાના નિકાલ હેતુ માટે કરેલી મોજે શાહવાડીના સરવે નંબર 368, 369, 370 પૈકીના આશરે 41800 ચોમી જમીનની માગણી કરવામાં આવી છે.
વિપક્ષ નેતા દિનેશ શર્માના જણાવ્યા પ્રમાણે તેનું વેચાણ થઈ શકે નહીં. હવે પ્રશ્ન એ છે કે આ એસોસિએશનના કેટલા યૂનિટ છે, કયા નામથી ચાલી રહ્યાં છે તે દર્શાવાયું નથી. ટોકન ભાડેથી જમીન આપવાનું કામ છે ચૂંટણી નજીકમાં છે અને ભંડોળ ભેગું કરવા મફતના ભાવે તો ફોન પર જમીન આપી રહ્યાં છે. જેમાં કેમિકલનું પાણી ત્યાં ઠલવાય છે તે તપાસનો વિષય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને શું કાર્યવાહી કરી અને જો ન કરી હોય તો તે તપાસનો વિષય બને છે અને અમે આ બાબતે બોર્ડમાં પણ ચર્ચા કરીશું.
AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ, વિપક્ષ નેતા દિનેશ શર્માએ કર્યા આક્ષેપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્ણાવતી એસોસિએશનને જમીન વેલ્યુએશન આધારિત જે ભાવ નકકી થઇને આવે તે મુજબના બજાર ભાવથી પ્રીમિયમ લઇ વાર્ષિક રૂ. 2.50 પ્રતિ ચો.મીના ભાડાથી જમીન આપવાનું નક્કી કરાયું છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મૂકેલી દરખાસ્ત સામે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયાં છે. આ અંગે વિપક્ષ નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો હતો.