અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા શોર્ય શારડાએ પોતાની નાની ઉમરમાં અનેક સિદ્ધિ મેળવી છે. જેમાં ઈસ 1600થી ઈસ2100 સુધીની તારીખમાંથી ગણતરીની સેકન્ડોમાં તે દિવસ ઓળખી બતાવે છે. સાથે 4.5 મિનિટમાં 198 દેશની રાજધાની નામ બોલીને પણ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આવા અનેક રોકોર્ડ (Ahmedabad child memory record) તેણે પોતાને નામ કર્યા છે. તાજેતરમાં 1 મિનિટમાં 72 દેશની ચલણી મુદ્રા ઓળખવાનો રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોધાવ્યુ છે.
500 વર્ષની તારીખો દિવસ ઓળખી બતાવે: માત્ર 8 વર્ષનું બાળક શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે છે. કોરોના મહામારીના સમયમાં અન્ય બાળકો ગેમ રમવામાં વ્યસ્ત હતા, ત્યારે શોર્ય પોતાના એ સમયનો સદઉપયોગ કરીને ઈસ 1600થી ઈસ 2100 સુધી એટલે 500 વર્ષની તારીખમાંથી ગણતરીની સેકન્ડમાં દિવસ ઓળખી બતાવે છે. જેમાં 1995માં જ 5 મિનિટમાં 95 તારીખના દિવસ આપીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ (Ahmedabad limca book of record) પોતાના નામે કર્યો છે.
198 દેશની રાજધાની નામ યાદ: શોર્યએ 2019માં 198 જેટલા દેશની રાજધાની 4.5 મિનિટ બોલીને ઇન્ડિયા બુક રેકોર્ડ પોતાનું નામ નોંધાવ્યું છે. સાથે જ 36 જેટલા દેશના રાષ્ટ્ર ધ્વજ પણ ઓળખીને બતાવી ચૂક્યો છે. આ ઉપરાંત ગણિત, જીકે, લોજિકલ એબિલિટી અને સ્પીડ રાઇટિંગની રાષ્ટ્રીય કક્ષાની આંતર શાળા સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે વન્ડરકિડ ગોલ્ડ ટોપર પુરસ્કાર (Wonderkid Gold Topper Award) જીત્યો છે.
ઈન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડ વર્લ્ડમાં 3 ત્રીજા નંબરે : વર્ષ 2019 અને 2020માં બ્રેઈન ઓ બ્રેઈન દ્વારા ઈન્ટરનેશનલ એબેકસ કોમ્પિટિશનમાં ચેમ્પિયન એવોર્ડ જીત્યો હતો, ત્યારબાદ IMO (International Maths Olympiad)માં ગ્રેડ 2માં ગણિતની પરીક્ષામાં 40માંથી 39 ગુણ મેળવી વિશ્વમાં 3 ક્રમે પહોંચ્યો હતો.
કોરોના લોકડાઉનનો સદઉપયોગ: શોર્યની માતાએ જણાવ્યુ હતું કે, કોરોના મહામારીના સમયમાં બધા પોતાના ઘરમાં પુરાઈ ગયા હતા. તે સમયનો સદઉપયોગ કરીને અમે તેને નવું કેલેન્ડર શીખડવાનું શરૂ કર્યું હતું, એને આજ તેને એમાં પણ રેકોર્ડ કર્યો તે એક માતા પિતા તરીખે ગર્વ અનુભવી રહ્યા છીએ.
કોઈપણ વસ્તુ શિખડાવીએ તરત શીખી જાય: વધુમાં જણાવ્યુ હતું કે, તરત નવું નવું શીખવામાં વધુ રસ છે. ખાસ કરીને બ્રેઈન ગેમ્સ વધારે ગમે છે. તે સુડોકુ ઉકેલવું જેવી ગેમ્સ વધુ ગમે છે. અમે કોઈપણ વસ્તુ શિખડાવીએ તો તરત ઝડપી શીખી જાય છે. જેના કારણે અમે તેને વધારે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. તે કોઈ પ્રશ્ન પૂછે તો અમને ના આવડે તો ગમે તેમ શોધીને પણ તેને જવાબ આપીએ છીએ.
વૈજ્ઞાનિક બની દેશનું નામ રોશન કરવું છે: તે ક્રિકેટ, ચેસ જેવી રમતમાં પણ કૌશલ ધરાવે છે. ચેસમાં પણ અનેક રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા છે, પરંતુ તેનું સપનું માત્ર મોટા થઇને સ્પેસ સાયન્ટિસ બની દેશનું નામ રોશન કરવું છે.