ETV Bharat / city

પશ્ચિમ રેલવેના અમદાવાદ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની બીજી ઉપલબ્ધિ અંતર્ગત ખુલ્લા વેગનમાં થયું ઔદ્યોગિક મીઠાનું લોડિંગ - અમદાવાદ ન્યૂઝ

પશ્ચિમ રેલવેની મલ્ટિ-ડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સની (બીડીયુ) રચના ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનોમાં કરવામાં આવી છે. જે નવા વિચારો અને પહેલનો સમાવેશ કરીને ગુડ્સ માર્કેટમાં વ્યવસાયની સંભાવનાઓને વધુ સારી બનાવવાનું કાર્ય કરી રહી છે.

industrial salt loading
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની બીજી ઉપલબ્ધિ અંતર્ગત ખુલ્લા વેગનમાં થયુ ઔદ્યોગિક મીઠાનું લોડિંગ
author img

By

Published : Aug 17, 2020, 9:48 PM IST

અમદાવાદઃ પશ્ચિમ રેલવેની મલ્ટિ-ડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ(બીડીયુ)ની રચના ઝોનલ હેડક્વાર્ટર અને ડિવિઝનોમાં કરવામાં આવી છે. જે નવા વિચારો અને પહેલનો સમાવેશ કરીને ગુડ્સ માર્કેટમાં વ્યવસાયની સંભાવનાઓને વધુ સારી બનાવવાનું કાર્ય કરી રહી છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા એ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક મીઠાનું લોડિંગ 6 વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવ્યું છે અને અમદાવાદ મંડળના બીડીયુના પૂરજોર પ્રયત્નોને કારણે જ આ શક્ય બન્યું છે. રેલવે બોર્ડની સૂચના મુજબ પશ્ચિમ રેલ્વે ગુડ્સ લોડિંગ કરવાવાળાને આકર્ષિત કરવા ગુડ્સ અને પાર્સલના ટ્રાફિકને રેલવે સાથે જોડવા માટે પાંચ નવી પ્રોત્સાહન યોજનાઓ તૈયાર કરી છે. જે પહેલા થી અમલમાં મુકેલી ગુડ્સ લોડિંગ પ્રોત્સાહન યોજનાઓથી અલગ છે.

રેલવે બોર્ડ અમદાવાદ મંડળના પ્રસ્તાવ અને ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠાના વર્ગીકરણમાં ઘટાડા 120થી 100-Aમાં સંશોધન અંગેની નીતિગત પહેલને શક્ય બનાવ્યું છે.ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠાને ખુલ્લા વેગનમાં લોડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મીઠાને લીધે વેગનને કોઈ નુકસાન/કાટ ન આવે તે સુનિશ્ચિત કરવા માટેની શરત સાથે વેગન અને ફ્લોરને તાડપત્રથી ઢાંકવામાં આવશે તેવી સ્થિતિ સાથે લુઝ લોડિંગની મંજૂરી છે.

આવા નુકસાનની સ્થિતિમાં ગ્રાહક નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર રહેશે. આ પ્રોત્સાહનના નિર્દેશો 5 ઓગસ્ટ,2020થી લાગુ કરવામાં આવ્યા છે. જે આગળની સૂચના સુધી માન્ય રહેશે. અમદાવાદ મંડળના માલિયા મિયાણા સ્ટેશનથી 6 વર્ષના અંતરે 15 ઓગસ્ટ,2020ના રોજ મીઠાનું પ્રથમ લોડિંગ કરવામાં આવ્યું છે. આ રેક અંબાલા ડિવિઝનમાં નાંગલ ડેમ સ્ટેશન સુધી પંજાબ અલ્કલીઝ લિમિટેડ માટે બુક કરાઈ છે. ઓદ્યોગિક મીઠાને BOXNHL 58 વેગન રેક દ્વારા 3828 ટન મીઠા સાથે 1343 કિલોમીટર સુધી લઇ જવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.