- ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ખુલ્લેઆમ ભંગ
- અત્યાર સુધીમાં 2.66 લાખ ટુરિસ્ટને પરમિટ
- સ્વાસ્થ્ય પરમિટ આપવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો
અમદાવાદ : ગુજરાતમાં દર વર્ષે 66,000 લોકોને દારૂની પરમિટ આપવામાં આવે છે, અત્યાર સુધી આરોગ્યના ધોરણે 21,000 લોકોને પરમિટ અપાય છે. રાજ્યની વસ્તી 6.75 કરોડ છે, આમ વસ્તીના ધોરણે આ પરમિટનો આંક સાવ જૂજ છે. અત્યાર સુધીમાં 2.66 લાખ ટૂરિસ્ટને પરમિટ આપવામાં આવી છે. આ આંકડા તાજેતરમાં જ ગુજરાત સરકારે સત્તાવાર રીતે ગુજરાત હાઈકોર્ટને આપ્યા હતા.
હાઈકોર્ટમાં સરકારનો જવાબ
ગુજરાત હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી કરવામાં આવી હતી, જેના જવાબમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, સુપ્રીમ કોર્ટે 1951માં જ દારૂબંધીને બહાલી આપી હોવાથી હવે ગુજરાત દારૂબંધીને પડકારતી રિટ હાઈકોર્ટ સાંભળી શકે નહી. આ કેસમાં જ ‘રાઈટ ટુ પ્રાઈવસી’ હેઠળ ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવાની માંગણી કરતી પિટિશનની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ઘરમાં બેસીને દારૂ પીવા પર સરકાર પ્રતિબંધ મુકી શકે નહી. નાગરિકોએ શું ખાવું અને શું પીવું, તે અધિકારીનો ભંગ થઈ રહ્યો છે. વિદેશથી આવતા લોકોને ગુજરાતમાં દારૂ પીવાની મંજૂરી મળે છે, પરંતુ ભારતીયોને ઘરમાં દારૂ પીવાની મંજૂરી નથી. આવો ભેદભાવ રાખી શકાય નહી. તેની સામે રાજ્ય સરકારે કહ્યું હતું કે, મહિલા, નાગરિકોના કલ્યાણ માટે દારૂબંધી હોવી જોઈએ.
આ પણ વાંચો: અધધધ.. આટલા ગુજરાતીઓને છે દારૂની લત
છેલ્લા 3 વર્ષમાં દારૂની પરમિટનો આંક વધ્યો
છેલ્લા 3 વર્ષના સત્તાવાર આંકડાના આધારે ગુજરાતમાં 2017થી 2020 સુધીમાં સ્વાસ્થ્ય પરમિટ આપવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. જેને પરિણામે રાજ્ય સરકારને પરમિટની આવકમાં પણ વધારો થયો છે.
અમદાવાદમાં સ્વાસ્થ્ય પરમિટ કેટલી?
અમદાવાદમાં 2017-18માં 419 સ્વાસ્થ્ય પરમિટ માટે નવી અરજી આવી હતી, અને 1041 અરજી રિન્યૂ થઈ હતી. 2018-19માં 226 નવી અરજી આવી હતી અને 2439 અરજીઓ રિન્યૂલ અરજી આવી હતી. 2019-20માં 1457 નવી અરજી આવી અને રીન્યૂ માટે 3644 અરજી આવી હતી. આમ 2019-20માં નવી પરમિટની આવક રૂપિયા 87,28,000 થઈ હતી, અને રિન્યૂ થયેલી પરમિટની આવક રૂપિયા 3 કરોડ 7 લાખ રૂપિયા થઈ હતી.
ગાંધીનગરમાં 254 નવી અરજી અને 208 રિન્યૂ માટે અરજી
ગાંધીનગરમાં દારૂ માટે સ્વાસ્થ સંબધી પરમિટની વાત કરીએ તો 2017-18માં 65 નવી અરજી આવી હતી અને 103 અરજી રિન્યૂ માટે આવી હતી. 2018-19માં 112 નવી અરજી આવી અને 215 અરજી રિન્યૂ માટે આવી હતી. 2019-20માં 254 નવી અરજી આવી અને 208 રિન્યૂ માટે અરજી આવી હતી. આમ 2019-20માં નવી પરમિટની આવક 21 લાખ 68 હજાર હતી અને રિન્યૂ માટે પરમિટની આવક રૂપિયા 30 લાખ 48 હજાર હતી.
સુરતમાં પરમિટ લેનારાની સંખ્યામાં ઘટાડો
સુરતમાં સ્વાસ્થ્ય માટે દારૂની પરમિટનો આંક ઘટાડા તરફ છે. 2017-81માં 361 નવી અરજી આવી હતી અને 1839 અરજીઓ રિન્યૂ માટે થઈ હતી. 2018-19માં નવી પરમિટ માટે 68 અરજી થઈ અને રિન્યૂ માટે 1865 અરજી થઈ હતી. 2019-20માં નવી 167 અરજી થઈ અને 1433 રિન્યૂ માટે અરજી થઈ હતી.
રંગીલા રાજકોટમાં સ્વાસ્થ્ય સંબધિત પરમિટ ?
રાજકોટમાં દારૂની સ્વાસ્થ્ય પરમિટ માટે 2017-18માં 72 અરજી આવી અને 601 અરજી રિન્યૂ માટે થઈ હતી. 2018-19માં નવી 111 અરજી થઈ અને 885 અરજી રિન્યૂ માટે અરજી થઈ હતી. 2019-20માં 177 નવી અરજી થઈ અને 540 અરજી રિન્યૂ માટે થઈ હતી. 2019-20માં નવી અરજીમાં પરમિટની આવક રૂપિયા 10 લાખ 62 હજારની થઈ અને રિન્યૂ માટે આવેલી અરજીમાંથી કુલ આવક 60 લાખ 97 હજાર થઈ હતી.
સંસ્કારી નગરી વડોદરામાં દારૂ પીનારા વધ્યા
વડોદરામાં સ્વાસ્થ્ય પરમિટ માટે 2017-18માં 202 નવી અરજી આવી અને 445 રિન્યૂ માટે અરજી થઈ હતી. 2018-19માં 173 નવી અરજી અને 904 રિન્યૂ માટે અરજી થઈ હતી. 2019-20માં દારૂની પરમિટ માટે 286 નવી અરજી આવી હતી અને 1038 અરજી રિન્યૂ માટે થઈ હતી. 2019-20માં પરમિટની નવી અરજીમાંથી કુલ રૂપિયા 17 લાખ 22 હજાર અને રિન્યૂમાંથી કુલ આવક 1 કરોડ 10 લાખની આવક નોંધાઈ હતી.
દારૂબંધી હટાવવી તે મુદ્દો ચર્ચાસ્પદ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ અન્ય રાજ્ય કરતાં વધુ દારૂ પીવાય છે, જે સત્તાવાર આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં દર 2 વર્ષ વાઈબ્રન્ટ ગુજરાત યોજાય છે, ત્યારે તે વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી રોકાણકારો ખૂબ મોટી સંખ્યામાં આવે છે, ત્યારે પણ આ મુદ્દો ઉઠ્યો હતો, કે દારૂબંધી હટાવવી જોઈએ. તે વખતે આ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. જો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ તેવો સર્વસામાન્ય મત રહ્યો છે.
આ પણ વાંચો: શું ખરેખર દારૂ પીવાથી કોરોના નથી થતો ?