- આવકવેરા વિભાગના કર્મચારીઓનું ધરણા પ્રદર્શન મોકૂફ
- આવકવેરા વિભાગના કર્મચારીઓની વિવિધ માગને લઇને રજૂઆત
- કર્મચારી યુનિયનની બેઠકમાં આંદોલનને પાછળ ધકેલવામાં આવ્યું
અમદાવાદઃ આવકવેરા વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આવકવેરા વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઇપણ જાતનો ઉકેલ નહિ આવતા આંદોલન પર ઊતર્યા હતા, ત્યારે આજે આવકવેરા વિભાગના કર્મચારીઓ કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરવાના હતા પરંતુ આજે કર્મચારી યુનિયનની બેઠક બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યું છે.
આવકવેરા વિભાગના કર્મચારીઓનો વિરોધ
આવકવેરા વિભાગમાં સરકાર ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી રહી છે. જેને લઇને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારી ભરતી કરવાની માગ કરી રહ્યા છે સાથે સાથે વર્ગ-૩ના કર્મચારીઓને પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરતા સરકારના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે.