ETV Bharat / city

Inauguration of Awas House: વસ્ત્રાપુરમાં નાયબ મુખ્યપ્રધાને ફૂલ્લી ફર્નિશ્ડ 520 સરકારી આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું - રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ માટે મકાન

રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ (Employees of the State Roads and Buildings Department) માટે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બહુમાળી વસાહત (Bahumali Vasahat of Vastrapur) ખાતે 520 મકાનો બનાવવામાં આવ્યા છે, જેનું આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દરમિયાન વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ (Vejalpur MLA Kishore Singh Chauhan), ધારાસભ્ય રાકેશ શાહ (MLA Rakesh Shah), અમદાવાદના મેયર (Mayor of Ahmedabad)સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આવાસ બનાવવા પાછળ કુલ 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ ઘણી માગણીઓ આવતા આ મકાન બનાવવામાં આવ્યા છે.

Inauguration of Awas House: વસ્ત્રાપુરમાં નાયબ મુખ્યપ્રધાને ફૂલ્લી ફર્નિશ્ડ 520 સરકારી આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું

author img

By

Published : Jul 1, 2021, 4:49 PM IST

  • વસ્ત્રાપુર વિસ્તારમાં બહુમાળી વસાહત (Bahumali Vasahat of Vastrapur) માં બનાવવામાં આવ્યા 520 સરકારી મકાન (Government building)
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel)ના હસ્તે તમામ મકાનોનું કરાયું લોકાર્પણ (Inauguration)
  • 150 કરોડ રૂપિયાના ખર્ચે 520 સરકારી આવાસના મકાનો (Accommodation houses)નું કરાયું નિર્માણ

અમદાવાદઃ રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ (Employees of the State Roads and Buildings Department) માટે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર (Bahumali Vasahat of Vastrapur)માં નવા 520 મકાન તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Deputy Chief Minister Nitin Patel)આજે આ તમામ મકાનોનું લોકાર્પણ (Inauguration) કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ માટે મકાન બનાવવાની માગ આવતા આ તમામ મકાન બનાવવામાં આવ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister)ની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના મેયર સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વસ્ત્રાપુર વિસ્તારમાં બહુમાળી વસાહતમાં બનાવવામાં આવ્યા 520 સરકારી મકાન

આ પણ વાંચો- FlyOver Lokarpan: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ફ્લાય ઓવરનું લોકાર્પણ

અગાઉ ક્વાટર્સ માટે ઘણી માગણીઓ આવતી હતી

લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Deputy Chief Minister Nitin Patel) જણાવ્યું હતું કે, આજે રાજ્યના તમામ ગામડાઓ સુધી રોડ અને પાણીની સુવિધા પહોંચી છે. ગુજરાત રસ્તા, પાણીના કનેક્શન (Water Connection) લોકો સુધી પહોંચાડવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ વિકાસના કામો કરનારા અધિકારીઓને રહેવા ક્વાર્ટસ (Quarters) બનાવવા માટેની છેલ્લા ઘણા સમયથી માગણી આવતી હતી. એટલે તેમને પણ મકાન મળે તે માટે આ ટાવર ઉભા કરવામાં આવ્યા છે.

150 કરોડ રૂપિયાના ખર્ચે 520 સરકારી આવાસના મકાનોનું કરાયું નિર્માણ

આ પણ વાંચો- વટવા GIDCમાં 70 કરોડનો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુલ લોકાર્પણ કર્યું

અધિકારીઓને ફર્નિચર્સ સાથેના મકાન ફાળવાયા

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Deputy Chief Minister Nitin Patel) વધુમાં જણાવ્યું હતું કે, આ આવાસના મકાનોમાં અંદાજે 6,000 અધિકારીઓ રહેશે. જેમાં અધિકારીઓના પગાર ધોરણ મુજબ તેમને આવાસના મકાનો આપવામાં આવ્યા છે. અધિકારીઓએ રોજ એક જિલ્લામાંથી બીજામાં અપડાઉન કરવું પડે છે પણ હવે કે જ્યારે આવા ક્વાર્ટસ બની રહ્યા છે તો અધિકારીઓ સારી રીતે કામ કરી શકશે. અગાઉ પણ ક્વાર્ટસ બનાવવામાં આવતા હતા પણ આવી અદ્યતન સુવિધાના આવાસ બનાવવામાં આવતા નહીં. હવે ફર્નિચર સાથેના મકાન બનાવવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.