- ગુજરાત કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવી રણનીતિ
- ઉમેદવાર પાસે લેવામાં આવશે વફાદારી પત્ર
- કોંગ્રેસને ઉમેદવાર પર શું નથી રહ્યો ભરોસો ?
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મેદાને ઉતરવા કોંગ્રેસે મુરતિયાઓની શોધખોળ શરૂ કરી છે. આ વખતે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસ તબક્કાવાર ઉમેદવારનાં નામ જાહેર કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ 1 ફેબ્રુઆરીએ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
કોંગ્રેસમાં ભાજપનો રાજકીય દબદબો યથાવત
અમદાવાદ શહેરી કોંગ્રેસમાં ભાજપનો રાજકીય દબદબો યથાવત રહ્યો છે. જેના કારણે કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાથી વંચિત રહી છે. આમ છતાં કોંગ્રેસની ટિકિટ મેળવવા દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદમાં એક વોર્ડમાં 30થી 40 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ જ 48 વોર્ડમાં કોંગ્રેસના આશરે 1450 દાવેદારો ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેના પગલે પેનલ બનાવી ગ્રૃપ બન્યું છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં દાવેદારોને ચૂંટણી લડવા ખૂબ રસ દાખવ્યો છે. જ્યારે પશ્ચિમમાં ઘડિયાળના કાંટા ઉલટા ફરતા હોય તેવી સ્થિતિ છે કેમ કે, અહીં કોંગ્રેસને યુવા ઉમેદવાર શોધ્યા હોવા છતાં દાવેદારોની સંખ્યા પણ ઓછી છે.
ટિકિટને લઈ કોંગ્રેસમાં ખેંચતાણ
મહાનગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતમાં ટિકિટની ખેંચતાણને પગલે બળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ટિકિટની વહેંચણી બાદ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થાય તેવા સંકેતો પર નજર પડી રહ્યા છીએ અમદાવાદ શહેરમાં તો બે ધારાસભ્યો જેના પર હાથ મુકશે તેની જ ટિકિટ ફાઇનલ ગણાશે સિનિયર નેતાઓના બે ચાર જૂથ વચ્ચે ખેંચતાણ છે જેના કારણે પાયાના કાર્યકર્તાઓને ટિકિટ મેળવી તેવી શક્યતા ઓછી છે.
ટિકિટ જાહેર થતા જ કોંગ્રેસમાં નારાજગીનો દોર શરૂ થશે?
સૂત્રોના મતે કોંગ્રેસ પહેલી ફેબ્રુઆરીએ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરશે પાંચમી અને આખરી યાદી જાહેર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. પાંચમી તારીખે આખરી યાદી જાહેર કરવાની કોંગ્રેસની ગણતરી જોવા મળી રહી છે. યાદી જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં બળવાની શક્યતાને જોતા કેટલાક તો છેલ્લી ઘડીએ મેન્ડેટ આપી ફોર્મ ભરવા માટે આદેશ આપી દેવાસી આમ કોંગ્રેસમાં તબક્કાવાર ઉમેદવારના નામોને લઈને જાહેરાત કરવામાં આવશે.