અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસ સામેની લડતમાં તૈનાત 100થી વધુ સ્વાસ્થયકર્મી અને પોલીસકર્મીઓ વાઈરસથી સંક્રમિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 100માંથી 62 સ્વાસ્થયકર્મી અને 44 પોલીસકર્મીઓ છે. જેમાંથી સરકારી એલ.જી. હોસ્પિટલના 12 કર્મચારીઓ છે. સ્વાસ્થય વિભાગના અધિક નિયામક (પબ્લિક હેલ્થ) ડો. પ્રકાશ વાઘેલાએ કહ્યુ કે, 62 સ્વાસ્થય કર્મીઓમાં ડોક્ટર, નર્સ અને એમ્બયુલન્સ ડ્રાઈવર વગેરે સમાવિષ્ટ છે.
ગુજરાત પોલીસના મહાનિર્દેશક શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, 44 પોલીસકર્મીઓ વાઈરસથી સંક્રમિત થયા છે, જેમાંથી 40 પોલિસ કર્મચારી અમદાવાદ પોલીસનો ભાગ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચાત કરી, તેમજ કોરોના વોરિયર્સની પ્રશંસા કરી.