ETV Bharat / city

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ LPG સિલિન્ડર મેળવ્યાં - કોરોના

ગુજરાતમાં ઇન્ડિયન ઓઇલ તેમ જ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા આ મહિને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જ્વલાં યોજનાના (PMUY) લાભાર્થીઓને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખથી વધુ LPG સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ LPG સિલિન્ડર મેળવ્યાં

author img

By

Published : Apr 27, 2020, 8:12 PM IST

અમદાવાદ: 23 એપ્રિલ 2020ના આંકડાઓ અનુસાર ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા ગુજરાતમાં આ યોજના માટે PMUYના લાભાર્થીઓનાં ખાતામાં રૂ. 193.3 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમાંથી, ઇન્ડિયન ઓઇલ દ્વારા 12.4 લાખ રિફિલ માટે રૂ. 92.5 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યમાં, અત્યાર સુધીમા PMUY હેઠળ 12.3 લાખ રિફિલનું બુકિંગ થઇ ગયું છે જેમાંથી 11.3 લાખ સિલિન્ડરનું રાજ્યમાં વિતરણ પણ થઇ ગયું છે.

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ LPG સિલિન્ડર મેળવ્યાં
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ LPG સિલિન્ડર મેળવ્યાં
અત્યારે સમગ્ર દેશમાં કોવિડ-19 કટોકટીના કારણે લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે, ઇન્ડિયન ઓઇલ અને અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત PMUY લાભાર્થીઓને રાહત આપવા માટે આ યોજનાઓ અમલ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, PMUY લાભાર્થીઓને એપ્રિલથી જૂન 2020 દરમિયાન 14.2 કિલોના ત્રણ અથવા 5 કિલોના 8 સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજના 14.2 કિલો અને 5 કિલો સિલિન્ડરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. લાભાર્થીઓ એક મહિનામાં 14.2 કિલોનું એક સિલિન્ડર અથવા 5 કિલોના ત્રણ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે. રિફિલનું બુકિંગ તેમના મોબાઇલ ફોન પરથી થઇ શકે છે જો કોઇની પાસે મોબાઇલ ફોન ન હોય તો, તેઓ વિતરક પાસે ઉપલબ્ધ નિર્ધારિત ફોર્મ ભરીને પણ બુકિંગ કરાવી શકે છે.

હાલમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે ઉભા થતા કેટલાક અવરોધો વચ્ચે પણ ઇન્ડિયન ઓઇલના LPG ડિલિવરી બોય દ્વારા ઇન્ડેન LPG રિફિલની ગ્રાહકોના ઘર સુધી ડિલિવરી પહોંચાડવામાં આવે છે. ઇન્ડેન LPG માટેની RSP રકમ ઇન્ડિયન ઓઇલ દ્વારા સીધી જ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. રિફિલની ડિલિવરી વખતે લાભાર્થીઓ આ નાણાં ડિલિવરી બોયને ચુકવીને તેમનું સિલિન્ડર મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.