ETV Bharat / city

ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું (jayraj sinh parmar resign congress) આપ્યું છે. જયરાજ સિંહનો આક્ષેપ છે કે પાર્ટીમાં મોટા નેતા સિવાય કોઇ કાર્યકર્તાના જવાબ સાંભળવામાં આવતા નથી. ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો સ્વીકારવા તૈયાર.

ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર
ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર
author img

By

Published : Feb 17, 2022, 5:32 PM IST

Updated : Feb 17, 2022, 6:38 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી સમયમાં ચુંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું (jayraj sinh parmar resign congress) આપ્યું છે.

ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર

ભાજપ પોતાના દિગ્ગજ નેતાને બદલી નાખે છે

જ્યરાજ સિંહ પરમારે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં 37 વર્ષ સુધી કોગ્રેસ પાર્ટી માટે રાત-દિવસ જોયા વિના કામ કર્યું છે. પણ કોગ્રેસ પાર્ટી (jayrajsinh parmar ahmedabad congress)માં મેં હાર જીત બંને જોયું છે. કોંગ્રેસ પાર્ટીમાં મોટા નેતા સિવાય કોઇ કાર્યકર્તાના જવાબ સાંભળવામાં આવતા નથી. ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપ પોતાના દિગ્ગજ નેતાને બદલી નાખે છે. તો કોંગ્રેસ પોતાના નેતા કેમ નથી બદલી શકતી.

આ પણ વાંચો: દૂધ આપતી ન હોવાથી પશુપાલકે વેચી નાખી ગાયમાતા: ખાડીમાંથી મળી આવ્યા ગૌમાંસના તૂકડા

ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર

કોંગ્રેસ પોતાની જુની પોલિસી (Gujarat congress policy) પ્રમાણે ચાલી રહી છે. જયરાજસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, મે હવે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તે ગમે તેમ મનાવવાના પ્રયાસ કરવામાં આવશે તો પણ હજુ પાછો કોંગ્રેસમાં જોડાઇશ નહિ. ભારતીય જનતા પાર્ટી (Bjp for Gujarat)ના કોઇ નેતા સાથે હજુ સુધી વાતચીત થઇ નથી. પણ જો ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે એ ઓફરને હું જરુરથી સ્વીકારીશ.

આ પણ વાંચો: Germany Vaccine Producer: ફાઈઝરના નિર્માતા BioNTech આફ્રિકામાં પણ વેક્સિન ફેક્ટરી સ્થાપશે

તેમણે હંમેશા કોંગ્રેસ પાર્ટીના હિતમાં જ કામ કર્યું

જ્યરાજસિંહ પરમારની પત્ની વર્ષાબા પરમારે પણ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જયરાજસિંહને જો પરિવાર અને કોંગ્રેસ પાર્ટી બંનેમાંથી એક સ્વીકારવાની વાત કરવામાં આવે તો તે પહેલાં પાર્ટીને પસંદ કરતા ત્યારબાદ જ પરિવાર. તેમણે હંમેશા કોંગ્રેસ પાર્ટીના હિતમાં જ કામ કર્યું છે. પણ કોંગ્રેસ પાર્ટીને તેમની કદર નથી. જેના કારણે તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવું પડ્યું છે.

Last Updated : Feb 17, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.