- આઈપીઓમાં પ્રાઈઝ બેન્ડ 517-518
- બિડ લોટ 28 શેરનો રાખવામાં આવ્યો છે
- ઈક્વિટી શેરની મૂળ કિંમત રૂપિયા 2 રખાઈ
અમદાવાદ: હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપનીની કુલ રૂપિયા 11,537.19 મિલિયન સુધીની ઓફરમાં રૂપિયા 2,650 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ અને શેરહોલ્ડર્સ જેવા કે ટ્રુ નોર્થ એલએલપી અને એથર (મોરેશિયસ) લિમિટેડ, બેસેમર ઇન્ડિયા કેપિટલ હોલ્ડિંગ્સ લિમિટેડ, હાલનાં રોકાણકારો અને કંપનીનાં ચોક્કસ વ્યક્તિગત શેરહોલ્ડરો દ્વારા કુલ મળીને રૂપિયા 8,887.19 મિલિયનની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
ફ્રેશ ઇશ્યૂનો ભાગ કુલ મળીને રૂપિયા 2,650 મિલિયન
ઓફરનો ફ્રેશ ઇશ્યૂનો ભાગ કુલ મળીને રૂપિયા 2,650 મિલિયનનો છે. એક્સિસ કેપિટલ લિમિટેડ, ક્રેડિટ સ્યુઇસ સિક્યુરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઓફર માટેના બીઆરએલએમ છે.
ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયાથી થશે
હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપનીનાં એમડી અને સીઈઓ મનોજ વિશ્વનાથનનાં જણાવ્યા અનુસાર, ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે અને તેમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર આવશ્યકતાઓનો ઇશ્યૂ) રેગ્યુલેશન્સ, 2018 અને સેબીનાં સુધારેલા આઇસીડીઆર રેગ્યુલેશન્સનાં રેગ્યુલેશન 6(1)નું પાલન કરવામાં આવ્યું છે.