ETV Bharat / city

High Price of Kites: પતંગ રસિયાઓ તૈયાર રહેજો, આ વર્ષે પતંગના ભાવમાં થશે 20 ટકાનો વધારો - અમદાવાદ લેટેસ્ટ ન્યૂઝ

હજી તો માંડ દિવાળી પૂરી થઈ છે ને હવે લોકો ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે. તેવામાં આ વખતે પતંગ રસિયાઓ માટે ખરાબ સમાચાર આવ્યા (Bad news for Kite Lovers) છે. કારણ કે, આ વર્ષે પતંગના ભાવમાં 20 ટકાનો વધારો (kite prices will increase) થશે. જોકે, અમદાવાદમાં અત્યારથી જ પતંગ બનાવવાનું અને દોરી રંગવાનું કામ ચાલુ થઈ ગયું છે. ગુજરાતમાં દિવાળી પછી અન્ય રાજ્યના વતનીઓ અહીં માંજો બનાવવા આવતા હોય છે.

High Price of Kites: પતંગ રસિયાઓ તૈયાર રહેજો, આ વર્ષે પતંગના ભાવમાં થશે 20 ટકાનો વધારોHigh Price of Kites: પતંગ રસિયાઓ તૈયાર રહેજો, આ વર્ષે પતંગના ભાવમાં થશે 20 ટકાનો વધારો
High Price of Kites: પતંગ રસિયાઓ તૈયાર રહેજો, આ વર્ષે પતંગના ભાવમાં થશે 20 ટકાનો વધારો
author img

By

Published : Dec 2, 2021, 11:12 AM IST

  • અમદાવાદમાં આશરે 500 કરોડનું પતંગ-દોરીનું માર્કેટ
  • દોરી રંગવા ઉત્તરપ્રદેશ અને દિલ્હીથી આવે છે કારીગરો
  • દિવાળી બાદ ખુલે છે પતંગ-દોરીનું માર્કેટ

અમદાવાદઃ રાજ્યમાં દરેક તહેવારો રંગેચંગે ઉજવવામાં આવે છે, પરંતુ નવરાત્રિ અને ઉત્તરાયણ તે ગુજરાતના સૌથી વધુ પ્રચલિત અને પ્રિય તહેવાર છે. અમદાવાદ અને સુરત આ તહેવારોનું મુખ્ય હબ છે. ગુજરાતમાં દિવાળી બાદ બીજા રાજ્યના વતનીઓ અહીં માંજો બનાવવા આવતા હોય છે.

અમદાવાદમાં આશરે 500 કરોડનું પતંગ-દોરીનું માર્કેટ

ઉત્તરાયણના પૂરતા ઓર્ડર

એક તરફ કોરોનાના કારણે પતંગ બનાવતા કારીગરોનો ધંધો પડી ભાંગ્યો છે. કેટલાક લોકોએ તો પતંગ બનાવવાનું જ છોડી દીધું છે. તેવામાં આ વર્ષે ફરી એક વાર પતંગ બનાવતા જૂના કારીગરો પતંગ (High Price of Kites) બનાવવામાં લાગી ગયા છે. બીજી તરફ 11 વર્ષની ઉંમરથી જ અમદાવાદમાં માંજાનો ધંધો કરવા આવતા સન્નીભાઈએ જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે દિલ્હીથી અહીં આવે છે. છેલ્લા 27 વર્ષથી તેઓ અહીં આવે છે. જોકે, હજી ઉત્તરાયણ દૂર હોવાથી આ વખતે દોરીના સામાન્ય ઓર્ડર મળી રહ્યા છે, પરંતુ દોરીના ભાવમાં (Price of Ahmedabad Kite) વધઘટ જોવા મળી રહી નથી.

દોરી રંગવા ઉત્તરપ્રદેશ અને દિલ્હીથી આવે છે કારીગરો

અનેક પેઢીઓ માંજો બનાવવાના કામમાં લાગેલી

માંજાના કારીગર જોહરભાઈએ જણાવ્યું હતું કે, તેમની અનુગામી પેઢીઓ માંજો બનાવવાના કાર્ય સાથે સંકળાયેલા છે. ઉત્તરાયણ આવતા જ દોઢથી બે મહિના પહેલા 20થી 25 કારીગરોના ટોળા સાથે તેઓ અમદાવાદ આવે છે. અત્યારે સારું કામ ચાલી રહ્યું છે. તેઓ અનેક કલરના માંજા બનાવે છે. માંજો રંગવાની લુગદીમાં સાબુદાણા, સરસ, રંગ અને કાંચ જેવા પદાર્થો વપરાય છે. માંજો રંગવા માટે સ્પેશિયલ કારીગર ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી આવતા હોય છે.

આ પણ વાંચોઃ CNG Price hike: મહત્તમ ભાડું વધારવાનું નક્કી જ હતું, અમને લોલીપોપ આપ્યો

પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ 2-4 મહિના ચાલે છે

અમદાવાદની પોળોમાં વર્ષોથી પતંગ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. ઘરખર્ચના નિભાવ માટે આ એક સારું હાથવગું સિઝનલ સાધન છે. ઉત્તરાયણના 2થી 4 મહિના પહેલા અમદાવાદની પોળોમાં પતંગ બનાવવાનો ઉદ્યોગ શરૂ થાય છે. પતંગ બનાવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઈમામુદ્દીન શેખે જણાવ્યું હતું કે, વર્ષોથી તેમની પેઢીઓ આ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. ઘરના દરેક સભ્ય પતંગ બનવવામાં યોગદાન આપે છે. જોકે, આજના બાળકો ભૌતિક રમતગમત કરતા મોબાઈલ પર વધુ સમય પસાર કરે છે. તેથી સમયની સાથે કેટલાય પતંગકારોએ પતંગ બનાવવાનું બંધ કર્યું છે.

પતંગનો સામાન કોલકાતાથી આવી રહ્યો છે

પતંગ બનાવનાર ઉદ્યોગકાર સોહીલ શેખે જણાવ્યું હતું કે, અત્યારે પતંગ બનાવવાનો માલસામાન જેમ કે, કાગળ અને વાંસના ડંડા કોલકાતાથી આવી રહ્યા છે, જેના ભાવ ગત વર્ષ કરતાં વધુ છે. એટલે આ વખતે પતંગના ભાવમાં પણ 20 ટકા જેટલો વધારો (kite prices will increase) થઈ શકે છે. તેમની પેઢી 100 વર્ષ કરતા વધુ સમયથી આ કાર્ય કરી રહી છે. અમદાવાદમાં હજારો કુટુંબ આ કાર્ય પર નભે છે.

આ પણ વાંચોઃ ખેડૂતો આનંદો : ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા કંપનીઓને કેન્દ્રની સુચના

અમદાવાદના પતંગ-દોરા ઉધોગના હબ વિસ્તારો

વિશ્વમાં અમદાવાદની પોળની ઉત્તરાયણ વખણાય છે. આથી જ પતંગ દોરાના ઉદ્યોગ પણ આ વિસ્તારોમાં વિકસ્યા છે, જેમાં ખાસ કરીને જમાલપુર, કાલુપુર ,શાહપુર, રાયપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ આ અનેરા ઉત્સવને ધ્યાને રાખીને તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કાઈટ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.