- સુઓમોટોની સુનાવણી પર હાઇકોર્ટે હૂકમ કાર્યો જાહેર
- મનપા કમિશ્નર અને કલેક્ટર પાસેથી રેમડેસીવીર ફાળવવાની સતા પાછી લેવાઈ
- ચીફ સેક્રેટરી પોલિસી નક્કી કરે તેને હસ્તગત વિતરણ વ્યવસ્થા કરવામાં આવે
અમદાવાદ: કોરોનાના વધી રહેલા સંક્રમણ અંગેની સુઓમોટો રિટ પીટીશનમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ રજૂ કર્યો હતો. જેને લઈને 22 એપ્રિલે હાઇકોર્ટે હુકમ જાહેર કર્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટર પાસેથી રેમડેસીવીર વિતરણની સતા છીનવી લેવામાં આવી છે અને આરોગ્ય વિભાગના ચીફ સેક્રેટરીએ તમામ સતા પોતાના હસ્તક લેવા માટે અપીલ કરવામાં આવી છે. હાઇકોર્ટે સૂચન કર્યું છે કે, ચીફ સેક્રેટરી એક પોલીસી નક્કી કરે તેને હસ્તગત રાજ્યમાં રેમડેસીવીરનું વિતરણ કરવામાં આવે.
આ પણ વાંચો: રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો
જરૂરિયાત દર્દીને પહેલાં ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે
રેમડેસીવીર વિતરણ અંગે રાજ્યવ્યાપી પોલિસી બનાવવા માટે સરકારે આદેશ કર્યો છે. આ પોલિસી તમામ પરિબળોને ધ્યાનમાં લઈને બનાવી જોઈએ. દર્દી સરકારી હોસ્પિટલ હોઈ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં હોઈ તે અંગે કોઇપણ જાતનો ભેદભાવ રાખવામાં ન આવે તેમજ જે દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ હોય તેવા દર્દીઓને સૌથી પહેલાં ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું છે.
ઇન્જેક્શન લઇને હોસ્પિટલની બહાર મોટી લાઈન લાગે છે
હાલમાં હાઇકોર્ટમાં એ બાબત રજૂ કરવામાં આવી હતી કે, રેમડેસીવીર ઇન્જેક્શન લઇને હોસ્પિટલની બહાર મોટી લાઈન લાગે છે. જેમાં કોરોના સંક્રમણ વધારે ફેલાય છે તો એવી વાત પણ હાઇકોર્ટ સામે આવી હતી કે, જે દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત નથી તેવા દર્દીઓને પણ ડોક્ટરો દ્વારા ઇન્જેક્શન લખી આપવામાં આવે છે અને દર્દીના પરિવારજનો ઇન્જેક્શન માટે ભાગદોડ કરે છે. જેને લઇને કાળા બજારીને પણ મોટું પ્રોત્સાહન મળતું હોવાથી હાઇકોર્ટ દ્વારા ચીફ સેક્રેટરીને સૂચનો કરી પોલીસી બનાવવા માટે નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: 25 હજાર ઇન્જેક્શન ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે: રાજ્ય સરકાર
હાઈકોર્ટે એમ પણ સૂચન કર્યું છે કે, 108 જે દર્દીઓને પહેલા જરૂરી હોય તેવા દર્દીઓને પહેલા મળે તેવી સુવિધા ઉભી કરવી તેમજ જે દર્દીઓને વધારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવા દર્દીઓને પહેલા બેડ મળે તેવી સુવિધા ઉભી કરવા માટે પણ સૂચન કર્યું હતું.