- શૈક્ષણિક સંકુલની અંદર દ્વિ ચક્રિય વાહનો માટે હેલ્મેટ ફરજિયાત
- વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી કેમ્પસમાં હેલ્મેટ ફરજિયાત થશે
- અગાઉ પણ આ પ્રકારનો નિર્ણય લેવાયો હતો, આ વખતે ફરજિયાત કરાશે
અમદાવાદ: શૈક્ષણિક સંકુલ(educational campus)ની અંદર ટુ વ્હિલર્સ (two wheeler) સાથે આવેલા તમામ લોકો માટે હેલ્મેટ (helmet) પહેરવું ફરજીયાત બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી (gujarat university campus)એ પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. જો કે આ પહેલા પણ હેલ્મેટ પહેરી પ્રવેશ કરવાનો વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે આ નિયમ ફરજિયાત બનાવવામાં આવશે.
હેલ્મેટ પહેરીને આવશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીના VC હિમાંશુ પંડ્યા કહ્યું હતું કે, 2 દિવસ પહેલા પોલીસ કમિશ્નર ઓફિસ (police commissioner's office) દ્વારા હાઇકોર્ટ (high court)ની અંદર એક એફિડેવિટ (affidavit) રજૂ કરવામાં આવી હતી, જે સોગંદનામાની અંદર શૈક્ષણિક સંકુલની અંદર દ્વિ ચક્રીય વાહનોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં જ્યારે પોલીસ કમિશનર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને નોટિફાઇડ (notified) કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓને સાથે રાખી તેમનામાં જાગૃતિ લાવી, પરિસરમાં પ્રવેશતી વખતે હેલ્મેટ કમ્પલસરી હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે અને આ માટે વિદ્યાર્થીઓને જ સાથે રાખી આખી મુહિમ ચલાવવામાં આવશે.
વિદ્યાર્થીઓના હિત, સુરક્ષા માટે આ નિર્ણય આવશ્યક છે
અગાઉ આ નિર્ણય કરવામાં અવ્યો હતો તેના અનુસંધાનમાં તેમણે જણાવ્યું કે, પહેલા હેલ્મેટ ફરજીયાત નહોતા, પરંતુ અત્યારે જે જાહેરનામું બહાર પડશે એ સોગંદનામું રજૂ કર્યું છે એ મુજબ આ કમ્પલસરી થશે. જે વિદ્યાર્થીઓના પોતાના હિત માટે, તેમની સુરક્ષા માટે આ એક જીવનને બચાવી શકે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સાથે રાખી આ પ્રક્રિયામાં શરૂ કરવામાં આવશે, તેવું તેમણે જણાવ્યું હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચમાં બીજા વર્ષે અંદાજે 450થી વધુ એડમિશન
ગુજરાત યુનિવર્સિટી સાથે ઇન્સ્ટિટયૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ (institute of defense study and research)માં બીજા વર્ષે અંદાજે 450થી વધુ એડમિશન થયા છે. ગુજરાતના યુવાનો ડિઈફેન્સ ક્ષેત્રે વધુ રસ લઈ રહ્યા છે. DRDO, IIT રામ, ગુજરાત યુનિવર્સિટી આ ત્રણેયના ઉપક્રમે ચાલતી આ સંસ્થા છે, જેની અંદર ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી તરફથી મળી રહેશે. ડિફેન્સ મેનેજમેન્ટ, સાયબર સિક્યુરિટી, ડિફેન્સ એનાલિસિસ આ ઉપરાંત ઘણા બધા જેની અંદર સ્ટ્રેટેજિક અને પ્લાનિંગ થતું હોય તે ડિફેન્સને લગતા કામો હાથ ધરાતા હોય તેવા પ્રકારના એવિએશન સર્વેલન્સ અને સિક્યુરિટી આ ત્રણેયને ધ્યાનમાં રાખી કોર્સ આપવામાં આવ્યા છે. લગભગ 8 પી.જી. કોર્સ, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ અત્યારે ચાલી રહ્યા છે, જેમાં અત્યારે 450થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે.
આ પણ વાંચો: Fraud with NRI woman: જમીન અને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી મહિલા સાથે તેના જ મિત્રોએ ઠગાઈ કરી