- બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ આવશે
- દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થશે
- આ સીસ્ટમ આખા ગુજરાતને કવર કરી લેશે
અમદાવાદ: સાઉથ ઈસ્ટમાં લૉ પ્રેશર બનવાથી ગુજરાતમાં સારા વરસાદની સંભાવના ઉભી થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદી સીસ્ટમ આખા ગુજરાતને કવર કરી લેશે. અલગ અલગ વિસ્તારોમાં ભારેથી મધ્યમસરનો વરસાદ થશે. 8 અને 9 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
વરસાદની હજી 46 ટકા ઘટ છે
ગુજરાતમાં હજી વરસાદની 46 ટકા ઘટ છે. ઉભા પાકને જીવતદાન આપવા માટે વરસાદની જરૂર છે. શ્રાવણ મહિનો કોરોના ગયા પછી ખેડૂતો ભારે ચિંતામાં હતા પણ હવે ભાદરવો મહિનો બેસતા જ વરસાદ શરૂ થયો છે. શ્રાવણના સરવરીયા પણ ન આવ્યા, પણ હવે ભાદરવો ભરપુર બની રહે તેવી સંભવાનાઓ દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ શરૂ થયો છે, આથી ખેડૂતો રાજીના રેડ થયા છે. પાક સાવ ફેઈલ થાય તેમ હતો પણ ભાદરવામાં પાછોતરો વરસાદ આવી જતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.