- ગુજરાતમાં ભારે વરસાદની ( Heavy rainfall ) આગાહી
- માછીમારોએ દરિયો ન ખેડવા વોર્નિગ
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
અમદાવાદ : બંગાળની ખાડીમાં સર્જાયેલ લૉ પ્રેશરને કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ( Heavy rainfall forecast in Gujarat ) હવામાન વિભાગે કરી છે. તેમજ 14 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વરસાદ આવશે. તેમાં ઉત્તર ગુજરાતને પણ આવરી લેશે.જોકે ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વાવેતરને જીવતદાન મળ્યું, જગતનો તાત ખુશ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાંચ દિવસ સુધી વરસાદી સિસ્ટમ કાર્યરત રહશે. પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ ( Heavy rainfall forecast in Gujarat ) પડી શકે છે. તેમજ માછીમારોએ 12 જુલાઈથી 16 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.અષાઢ મહિનો બેઠોને ચોમાસાનું આગમન થયું છે. રથયાત્રા પૂર્વે જ મેઘો મહેરબાન થતાં જગતનો તાત ખુશ થયો હતો. જો વરસાદ મોડો આવ્યો હોત અને હજી વધુ પાંચ દિવસ ખેંચાયો હોત તો વાવણી કરેલું અનાજ બળી જાત. પણ વરસાદે લાજ રાખી છે અને વાવેતરને જીવતદાન મળ્યું છે.
આ પણ વાંચોઃ વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ, જાણો વરસાદ જાણવાની અનોખી પરંપરા....
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ