ETV Bharat / city

અમદાવાદને વરસાદે ધમરોળ્યું : ઘણા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, તો અમુક જગ્યા પર રસ્તાઓ થયા બંધ - આજે વરસાદ આવશે

આજે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં (Heavy Rain In Ahmedabad) ભારે વરસાદ પડતાં લોકોએ ભારે ગરમીથી હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

અમદાવાદને વરસાદે ધમરોળ્યું: ઘણા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, પ્રથમ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી

author img

By

Published : Jul 8, 2022, 4:45 PM IST

Updated : Jul 8, 2022, 6:24 PM IST

અમદાવાદ: ભારે ઉકળાટ બાદ આખરે અમદવાદમાં મેઘરાજા (Heavy Rain In Ahmedabad)મહેરબાન થયા છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. મેઘરાજાએ ધમાકેદાર(Monsoon Gujarat 2022) બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

અમદાવાદને વરસાદે ધમરોળ્યું : ઘણા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, તો અમુક જગ્યા પર રસ્તાઓ થયા બંધ

અમદાવાદના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ : અમદાવાદમાં સર્વત્ર વરસાદ પડી (Rain In Ahmedabad )રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ, પ્રહલાદ નગર, એસજી હાઇવે તરફ વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી - અમદાવાદ માત્ર 2 કલાકમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ પડતા શહેરમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો સામે આવી હતી. જ્યારે બીજી બે મકાન તેમજ ચાર અંડર બ્રિજ બંધ કરવામાં પડ્યા હતા. પ્રથમ વરસાદે જ અમદાવાદ કોર્પોરેશનની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

બે મકાન ધરાશાયી સદનસીબ કોઈ જાનહાની નહીં - શહેરમાં પહેલા સાંબલેધાર વરસાદ પડતાં( Monsoon 2022)અમદાવાદના રાયખંડ અને આસ્ટડીયા પાસે માંડવીની પોળમાં ત્રણ માળનું મકાન ધારાશાહી થયું હતું. મકાન ધરાશાહી થવાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથમાં લીધી હતી. પરંતુ બંને મકાન સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ચાર અંડર બ્રિજમાં બંધ કરવામાં આવ્યા - શહેરમાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ પડતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાતા મીઠાખડી અંડરબ્રિજ, મકરબા અંડરબ્રિજ, અખબારનગર અંડરબ્રિજ અને શાહીબાગ અંડર બ્રિજ બંધ કરવા પડ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Rain Update : રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હજી પણ વરસાદની આગાહી...

સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં વરસાદ - શહેરમાં સૌથી વધુ પશ્ચિમ ઝોન આવતા પાલડી, વાસણા, વાડજ ઉસમાનપુરા, ઇન્કમટેક્સ, આશ્રમ રોડ, ચાંદખેડા, રાણીપ,સાબરમતી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ઝોનમાં આવતા મેમકો, નરોડા, કોતરપુર, સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં 5 અને ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આવતા થલતેજ, ગોતા, સાયન્સ સીટી વિસ્તારમાં 3 જેટલો વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદથી બાળકો શાળામાં ફસાયા - શાળા છૂટવાના સમયે વરસાદ વરસતા બાળકોને પણ મોડા સમય સુધી શાળામાં રહેવાની ફરજ પડી હતી. શહેરમાં ભારે વરસાદથી અમદાવાદ મણીનગર ન્યૂ નેલસન સ્કુલ પાસે કાર ફસાઈ જ્યારે અન્ય એક જગ્યાએ ટ્રક પાણીમાં ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નીચાળવાળા વિસ્તારના મકાનોમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

પ્રિ મોન્સૂન કામગીરી ફેલ - અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીને લઈને મોટા મોટા દાવા કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા દાવા ખોટા સાબિતી થયા છે. પ્રથમ વરસાદે જ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. પ્રથમ વરસાદે રોડ પર ઢીંચણ સમા પાણી ભરાઈ જવાની ઘટના સામે આવતા કોર્પોરેશન સામે અનેક સવાલો સામે આવી રહ્યા છે.આટલા કરોડો રુઓઈય ખર્ચ કરવા છતાં કેમ પરિસ્થતી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.? શા માટે જનતાના ટેકસના રૂપિયા ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી : આ સાથે જ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 182 મીમી વરસાદ થયો છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સૌથી વધુ 31 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: Monsoon Gujarat 2022: ધોરાજીમાં ધોધમાર વરસાદ, પંચનાથની સફૂરા નદી બે કાંઠે વહી

આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગે વધુમાં કહ્યું કે, 'રાજ્યના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દાદરા નગર હવેલી, દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે. બંગાળમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં 11 અને 12 જુલાઈએ ભારે વરસાદની શક્યતા છે. આ બંને દિવસોમાં 12મીએ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Last Updated : Jul 8, 2022, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.