પ્રતીક ગાંધી સ્ટારર ફિલ્મ 'લવની લવ સ્ટોરીઝ'નું ટ્રેલર શનિવારે લોન્ચ થયું છે. આ ફિલ્મમાં એક એવા યુવકની વાત કરવામાં આવી છે જે ત્રણ યુવતીના પ્રેમમાં પડે છે. ત્યાર બાદમાં તેના જીવનમાં થતાં ઉતાર ચઢાવની સમગ્ર કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મ પ્રેમ કહાની પર આધારિત છે. લવની લવ સ્ટોરીસ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.
લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મનીષ અદાણી અને કરીમ મિન્સરિયા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. જ્યારે તેનું દિગ્દર્શન દુર્ગેશ તન્ના દ્વારા કરવામાં આવ્યું છે. તો અભિનેતા પ્રતીક ગાંધી ફિલ્મમાં મુખ્ય કિરદાર ભજવી રહ્યાં છે. પ્રતિક ગાંધી સાથે આ ફિલ્મમાં દીશા જોશી, વ્યોમા નંદી અને શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૩૧મી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને ૮ લાખથી વધુ લોકોએ યુટ્યુબ પર નિહાળ્યું છે.