અમદાવાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની ઇન્સ્ટિટ્યૂટ Ahmedabad Civil Hospital Kidney Institute, ના ડિરેક્ટરને ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસની ખંડ પીઠે રુપિયા .5,000 દંડ Gujarat High Court imposed fineફટકાર્યો છે. આ દંડની રકમ મુખ્યપ્રધાન કોવિડ રીલિફ ફંડ Chief Ministers Covid Relief Fund, માં જમા કરાવવામાં આવે એવો પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે.
શું છે સમગ્ર વિગત આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો હોસ્પિટલ Ahmedabad Civil Hospital Kidney Institute, ને સંબંધિત એક કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસના તમામ દસ્તાવેજો ગુજરાતીમાં હતાં જેને લઈને તેનું હાઇકોર્ટે અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ એ તમામ કેસના ડોક્યુમેન્ટ્સને અંગ્રેજીમાં ભાષાંતરિત કરવામાં ન આવતા આ દંડ Gujarat High Court imposed fine ફટકારવામાં આવ્યો છે.
અંગ્રેજીમાં ભાષાંતર માટે સમય આપવા રજૂઆત આ સમગ્ર મામલે આઈકેઆરડીસી IKDRC, ના વકીલની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે આ સંબંધિત કેસના ઘણા દસ્તાવેજો ગુજરાતીમાં છે અને તેનું અંગ્રેજી ભાષાંતર કરવા માટે એક સપ્તાહનો સમય જોઈએ છે. જોકે આ મામલાને લઈને હાઇકોર્ટે તેમને ટકોર પણ કરી હતી કે હમણાં જ એક સપ્તાહની રજાઓ ગઈ છે તો આ સમયગાળા દરમિયાન ટ્રાન્સલેશનનું કામ કેમ કરવામાં આવ્યું નહીં.
આ પણ વાંચો Amos Company ડાયરેક્ટરોના જામીન મંજૂર કરતી ગુજરાત હાઇકોર્ટે કયા મુદ્દે મળી રાહત જાણો
હાઇકોર્ટે રજૂઆતને ન સ્વીકારી જોકે આ સમગ્ર મામલે વકીલની રજૂઆત હતી કે આ રજાઓના ગાળામાં અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરનાર કોઈ જ ઉપલબ્ધ ન હતું તેથી આ કાર્ય થઈ શક્યું નથી.જેથી વિલંબ જોવા મળી રહ્યો છે ત્યારે ડોક્યુમેન્ટનું ભાષાંતર કરવા માટે સમય આપવામાં આવે. સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે ઇન્સ્ટિટયૂટ Ahmedabad Civil Hospital Kidney Institute, દ્વારા અનેક પ્રકારની ચેરિટી સંબંધિત પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. તેથી જો આ દંડ ફટકારવામાં આવે નહીં પરંતુ મહત્વનું છે કે હાઇકોર્ટે આ રજૂઆતને સ્વીકારી ન હતી.
આ પણ વાંચો અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી IKDRC કિડની ટ્રાન્સપ્લાન્ટમાં દેશમાં અવ્વલ
દંડની રકમ મુખ્યપ્રધાન કોવિડ રીલિફ ફંડમાં જશે આ સમગ્ર મામલે અરજદારના વકીલની એવી પણ રજૂઆત હતી કે આટલો સમય વીત્યો હોવા છતાં પણ હજુ પણ સામા પક્ષ દ્વારા આ મામલે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. તેથી વહેલી તકે જવાબ રજૂ કરવામાં આવે એવી અરજદાર દ્વારા માગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ આઈકેઆરડીસી IKDRC, વકીલની રજૂઆતને માન્ય રાખી નથી અને સિવિલ હોસ્પિટલમાં સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ Ahmedabad Civil Hospital Kidney Institute, ના ડિરેક્ટરને 5,000 નો દંડ Gujarat High Court imposed fine ફટકાર્યો છે. સાથે દંડની રકમ મુખ્યપ્રધાન કોવિડ રીલિફ ફંડ Chief Ministers Covid Relief Fund, માં જમા કરાવવામાં આવે એવો આદેશ કર્યો છે.આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.