ETV Bharat / city

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી - હવામાન વિભાગ

દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતાં ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

author img

By

Published : Jun 7, 2021, 5:08 PM IST

  • અરબી સમુદ્રમાં સર્જાયું સાયકલોનિક સર્ક્યુલેશન
  • 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
  • રવિવારે હળવો વરસાદ થયો હતો

    અમદાવાદ- ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસવાને હજી વાર છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15થી 20 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરતું આ વખતે અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે આગામી પાંચ દિવસ વરસાદ થશે. અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. જો કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગઈકાલે રવિવારે હળવો વરસાદ થયો હતો.

    કયાં વરસાદ પડશે?

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર વિગેરે વિસ્તારોમાં પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડશે.

    આ પણ વાંચોઃ મહીસાગરમાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી માટે કરી તૈયારીઓ

20 જૂને નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થશે

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી બફારાનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને વરસાદ આવવો જોઈએ. તેમજ ગરમીનું પ્રમાણ પણ ઘટ્યું છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી હતું. અને લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું હતું. પરિણામે ગુજરાતમાં બફારા પછી વરસાદ આવે છે. તે જ રીતે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 20 જૂનની આસપાસ નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે. આ વર્ષે ગુજરાતમાં 80થી 101 ટકા સુધીના વરસાદ થવાની આગાહી છે.

આ પણ વાંચોઃ કૃષિ જણસોના ભરાવા તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આજથી APMCમાં બંધ કરવામાં આવી હરાજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.