અમદાવાદ આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) યોજાવા જઈ રહી છે. પરંતુ ગુજરાતમાં કૉંગ્રેસની હાલત દિનોદિન કફોડી જોવા મળી રહી છે. ત્યારે પ્રજા વચ્ચે જવા માટે કોંગ્રેસે કેટલાક મુદ્દાઓને લઇને પરિવર્તન સંકલ્પ યાત્રાનું ( Gujarat Congress Parivartan Sankalp Yatra )આયોજન કર્યું છે. જેમાં ભાજપ સરકાર વિરુદ્ધ મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દે અમદાવાદ શહેરના 16 વિધાનસભા ક્ષેત્રોમાં કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ પદયાત્રા 2022 કાઢવામાં આવી હતી.
8 વિધાનસભા પર સવારે પરિવર્તન યાત્રા નીકળી અમદાવાદ શહેર કુલ 16 વિધાનસભાની બેઠક ધરાવે છે. જેના પગલે કૉંગ્રેસ દ્વારા સવારે અને સાંજે એમ બે તબક્કામાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિધાનસભા પર એક નેતાને જવાબદારી સોંપવામાં આવી હતી. વેજલપુર ઘાટલોડિયા નારણપુરા સાબરમતી નિકોલ મણિનગર અમરાઇવાડી અને વટવા વિધાનસભા ક્ષેત્રમાં સવારે 9 વાગે પરિવર્તન સંકલ્પ પદયાત્રા નીકળી હતી.
આ પણ વાંચો પાર્ટીમાં આવવા ભાજપે આપી 50 કરોડ રૂપિયાની ઓફર, કોંગી નેતાએ કર્યો આક્ષેપ
કૉંગ્રેસના પ્રમુખ દ્વારા ઠકકરબાપાનગર નીકળશે પરિવર્તન યાત્રા ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Gujarat Congress President Jagdish Thakor ) સાંજે ચાર વાગે ઠકકરબાપાનગરના માધવ મોલથી કૉંગ્રેસની પરિવર્તન યાત્રાની આગેવાની કરી હતી. જયારે પ્રદેશ કાર્યાલયથી હિમતસિંહ પટેલની આગેવાનીમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા અનેે અસારવા વિધાનસભા ક્ષેત્રે જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં પદયાત્રા યોજાઇ હતી.
આ પણ વાંચો કોંગ્રેસ ધારાસભ્યોને ફરી રીપિટ કરશે, સુખરામ રાઠવા
ભાજપ સામે આક્રમક વલણ ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી મુદ્દા લઈને ભાજપ સરકાર સામે આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. આવા મુદ્દાઓને પ્રજા સુધી લઇ જવા ગુજરાત કૉંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરની 16 જેટલી વિધાનસભા બેઠક પર આજે પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે (Rahul Gandhi Gujarat Visit Sep 2022 ) આવી રહ્યા છે. જેને લઈને પણ ગુજરાત કૉંગ્રેસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.