કૉંગ્રેસ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી, ફરી જૂના જોગીઓને ઉતારી શકે છે મેદાને - Congress in Gujarat Election
ગુજરાત કૉંગ્રેસ ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ઉમેદવારોની પ્રથમ યાદી ટૂંક જ સમયમાં જાહેર (Gujarat Congress candidates first list) કરશે. આ પહેલા કૉંગ્રેસ 15 સપ્ટેમ્બરે ઉમેદવારોની યાદી જાહેર કરવાની હતી. તો આ વખતે કૉંગ્રેસ ફરી જૂના જોગીઓને મેદાને ઉતારે તેવી (gujarat congress news today) શક્યતા છે.
અમદાવાદ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર (Gujarat Congress candidates first list) કરી દીધી છે. હવે કૉંગ્રેસ પણ આ જ દિશામાં આગળ વધી રહી છે. કૉંગ્રેસ 10 ઓક્ટોબરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
10 ઓક્ટોબરે પ્રથમ યાદી ગુજરાત કૉંગ્રેસ સાથે જોડાયેલા (gujarat congress news today) સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ પહેલા ગુજરાત કૉંગ્રેસ પ્રથમ યાદી 15 સપ્ટેમ્બર જાહેર કરવાની હતી, જે હવે 10 ઓક્ટોબરે કરશે તેવું વિશ્વસનીય સૂત્રો (Congress in Gujarat) જણાવી રહ્યા છે. કૉંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલાં જ ઉમેદવારોના સંભવિત નામો સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યા છે.
3 નવા ચહેરાને સ્થાન ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં (gujarat congress news today) કૉંગ્રેસ તેની પહેલી યાદીમાં (Gujarat Congress candidates first list) 3 નવા ચહેરાઓને સ્થાન આપશે. બીજી તરફ ઘણખરા જૂના જોગીઓને પણ રિપીટ કરાશે. કૉંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઈલેક્શન કમિટીની બેઠકમાં નામો નક્કી થઈ ગયા છે. સિનિયર આગેવાનોની ચૂંટણી લડવાની બાબતે બેઠકમાં આખરી નિર્ણય લેવાઈ ગયો છે. હવે ફક્ત સત્તાવાર જાહેરાત જ બાકી છે.
જાણો 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર કોણ? ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો, પોરબંદરથી અર્જૂન મોઢવાડિયાને ટિકિટ મળશે. આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ, છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા, વડગામથી જિગ્નેશ મેવાણી, ઉનાથી પૂંજા વંશ, ખંભાળિયાથી વિક્રમ માડમને ટિકિટ આપવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
જૂનાજોગી થશે રિપીટ ગુજરાત કૉંગ્રેસ (gujarat congress news today) દ્વારા જૂનાજોગીઓમાં વાવથી ગેનીબેન ઠાકોર રિપીટ થશે. આ ઉપરાંત થરાદથી ગુલાબસિંહ રાજપૂત, રાધાનપુરથી રઘુ દેસાઈ, પાટણથી કિરીટ પટેલ, સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડથી જસુ પટેલ રિપીટ (Congress in Gujarat) થશે.
સીજે ચાવડા સીટ બદલશે બીજી તરફ ગાંધીનગર ઉત્તરથી સીટ બદલી સી. જે. ચાવડા વિજાપુરથી ચૂંટણી લડશે. તો માણસાથી સુરેશ પટેલ, કાલોલથી બળદેવજી ઠાકોર, વિરમગામથી લાખા ભરવાડ, દરિયાપુરથી ગ્યાસુદીન શેખ, જમાલપુરથી ઈમરાન ખેડાવાલા, દસાડાથી નૌશાદ સોલંકી, ચોટીલાથી ઋત્વિજ મકવાણા, ટંકારાથી લલિત કગથરા, કાલાવાડથી પ્રવીણ મુછડિયા, જામજોધપુરથી ચિરાગ કાલરીયા, વિસાવદરથી હર્ષદ રિબડીયા, સોમનાથથી વિમલ ચુડાસમા, તાલાલાથી ભગા બારડ રિપીટ (Congress in Gujarat Election ) થશે.
આ ધારાસભ્યોને પણ મળશે બીજી તક આ ઉપરાંત લાઠીથી વિરજી ઠુમ્મર, રાજુલાથી અંબરીષ ડેર, સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત, બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર, આણંદથી કાંતિ સોઢા પરમાર, મહુધાથી ઈન્દ્રજિતસિંહ ઠાકોર, ઠાસરાથી કાંતિ પરમાર, બાલાસિનોરથી અજિત ચૌહાણ, દાહોદથી વજેસિંહ પણદા, ગરબાદથી ચંદ્રિકાબેન બારૈયા, માંડવીથી આનંદ ચૌધરી, વ્યારાથી પુના ગામીત, વાંસદાથી અનંત પટેલ સહિત આટલા ધારાસભ્યોને પાર્ટી રિપીટ કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રથમ યાદીમાં ક્યાં 3 મૂરતિયાઓને મળી શકે સ્થાન ગુજરાત કૉંગ્રેસ (gujarat congress news today) દ્વારા ઉમેદવાર પસંદગી દરમિયાન 3 અલગ અલગ નામો નક્કી કરવામાં આવ્યા છે, જેમને અલગ અલગ બેઠકો પરથી ચૂંટણી માટે ફાઈનલ કરવામાં આવ્યા છે, જેમાં મહુવાથી કનુ કલસરિયાને ટિકીટ અપાઈ શકે છે. તો અમદાવાદના વેજલપુરથી રાજેન્દ્ર પટેલ અને અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકીટ આપવામાં આવી શકે છે.