અમદાવાદ: વિધાનસભા સત્રમાં વિપક્ષે માસ્ક ન પહેરનાર અને નિયમોનું પાલન (Obey the rules )ન કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલવામાં આવેલા દંડની માહિતી(Information of collected fines) માંગી હતી. રાજ્યમાં કુલ 36 લાખથી પણ વધારે પકડ્યા.જેમાંથી 694 કરોડથી વધારે દંડ ફટકારવામાં આવ્યો હતો. વિપક્ષે પૂછેલા સવાલનો જવાબ ગૃહમાં આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં બે વર્ષમાં માસ્ક ન પહેરનાર 36,56,572 વ્યક્તિ પાસેથી પોલીસ દ્વારા રુપિયા 694 કરોડ 90 લાખ 61 હજાર 20 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. જે સ્થળ ઉપર દંડ ન ભરી શકે તેવા લોકો પર IPC કલમ 1860(IPC Section 1860) તથા ઘ એપેડેમિક એકટ 1897 (The Epidemic Act 1897)ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નવસારી પોલીસની અનોખી પહેલ, માસ્ક વિના નીકળતા લોકોને દંડ ફટકારી આપ્યા માસ્ક
સૌથી વધુ અમદાવાદ જીલ્લામાં અને સૌથી ઓછા ડાંગ જિલ્લા લોકો માસ્ક વિના પકડાયા
રાજ્યમાં સૌથી વધુ માસ્ક ન પહેનારની વાત કરવામાં આવે તો સૌથી વધુ અમદાવાદમાં જોવા મળ્યા હતા. જેમાં 7,73,938 લોકોએ દંડ સ્થળે કુલ 59 કરોડ 85 લાખ 74 હજાર 650નો દંડ સ્થળ ભર્યો હતો અને 617 લોકો સ્થળ પર દંડ ભરી શક્યા નહોતા. સૌથી ઓછા માસ્ક વિના ડાંગમાં જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લમાંથી માત્ર 9917 લોકો માસ્ક વિના પકડાયા હતા. જેમાંથી 84,68,400 રૂપિયાનો દંડ ભર્યો હતો. આ તમામ લોકોએ સ્થળ પર જ દંડ ભર્યો હતો.
અન્ય શહેરમાં પણ મોટી સંખ્યામાં માસ્ક વિના દંડાયા હતા
ગુજરાતના અન્ય મહાનગરપાલિકામાં માસ્ક વિનાના દંડની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 97,717, રાજકોટ 2,15,527, ભાવનગર 64085, સુરત 3,75,155 , વડોદરા 2,67,424, જૂનાગઢ 1,08,069,જામનગર 1,05,512 લોકોને માસ્ક વિના ફરતા હોય તેવાને દંડ કરવામાં આવ્યો હતો.